- પશ્ચિમ બંગાળ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે
- અમિત શાહ અને મમતા બેનર્જી રોડ શો યોજશે
- બંગાળમાં આજે બીજા તબક્કાના અભિયાનનો અંત
નંદીગ્રામ: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને કારણે ગૃહપ્રધાન અમિત શાહ આજે નંદિગ્રામમાં રોડ શો કરશે. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં એક જ જિલ્લામાં અમિત શાહ અને મમતા બેનરજી ચૂંટણી રેલી સંબોધશે
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે નંદિગ્રામમાં એક વિશાળ રોડ શો કર્યો હતો. બંગાળમાં આજે બીજા તબક્કાના અભિયાનનો અંત આવી રહ્યો છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ભાજપ અને TMC આજે વિશાળ રેલી યોજવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં અમિત શાહે યોજી રેલી
બીજા તબક્કાની ચૂંટણીનું એક એપ્રિલે મતદાન થશે
પુરબા મેદનીપુર જિલ્લાની આ મહત્વની બેઠક પર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં એક એપ્રિલે મતદાન થશે. ત્યારે સોમવારના રોજ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે રોડ શોમાં મમતા બેનર્જીએ રેયાપાડા ખુદીરામ મોડથી ઠાકુર ચોક સુધી આઠ કિલોમીટર સુધીનો લાંબો પ્રવાસ નક્કિ કર્યો છે. આ દરમિયાન તે વ્હીલચેરમાં રહીને હાથ જોડીને લોકોને અભિવાદન કરતી હતી. રોડ શોમાં ઘણાબધા સ્થાનિક લોકો અને પાર્ટીના કાર્યકરોએ ભાગ લીધો હતો અને 'મમતા બેનર્જી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.