- ફરી વખત લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠને આપી ધમકી
- હરિયાણાના 7 રેવલે સ્ટેશન સહિત મુખ્યપ્રધાન ખટ્ટરને ઉડાવી દેવાની ધમકી
- આ અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
અંબાલા,હરિયાણા : અંબાલા ડિવિઝનલ રેલવે મેનેજરને ( Divisional Railway Manager) લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન (Lashkar-e-Taiba terrorist organization) તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં અંબાલા કેન્ટ, શિમલા, ચંદીગઢ, યમુનાનગર અને સહારનપુર સહિત રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી (Threat to blow up railway station) આપવામાં આવી છે. પત્રમાં 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે બ્લાસ્ટ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય પત્રમાં મુખ્યપ્રધાન મનોહર લાલ અને હરિયાણાના રાજ્યપાલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મામલામાં અંબાલા પોલીસે મોહમ્મદ અમીમ શેખ નામના વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. હાલ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.