બેંગ્લુરૂ: ઈ કોમર્સ એમેઝોને સોમવારે એવું એલાન કર્યું હતું કે, તે કસ્ટમર રોબોટિક્સ સોફટવેરને ડેવલપ (Robotics Technology Software Development) કરવા માટે એક સેન્ટર ઊભું કરશે. જે દુનિયાભરના ગ્રાહકોની સમસ્યાઓનો નીવેડો લાવશે. કંપનીના (E-Commerce Web Site Amazon) આ પ્રોજેક્ટમાં ભારત પણ એમને મદદરૂપ થશે. જોકે, ભારતે (Amazon India Center) એમના આ અભિગમને સમર્થન આપ્યું છે. કંપનીએ ગત વર્ષે પોતાનો પહેલો રોબોટ લૉન્ચ કર્યો હતો. કંપનીએના અધિકારી વોશિંગટને કહ્યું કે, અમે ગત વર્ષે કંપનીના પહેલા રોબોટને લૉન્ચ કરીને અમલમાં મૂક્યો છે. પણ એ કોઈ અંતિમ સાહસ નથી. ગ્રાહકો માટે કસ્ટમર રોબોટિક્સ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે હાલમાં એક સેન્ટર ઊભું કરાશે. જે કંપનીના વધી રહેલા ગ્રાહકોની મુશ્કેલી હલ કરવા મદદ કરશે.
આ પણ વાંચો: સરકાર એમેઝોન, ફ્લિપકાર્ટ પર નકલી પ્રોડક્ટ રિવ્યુ કરનારાઓ પર કરશે કાર્યવાહી
શું છે આ સેવા: એક ખાસ પ્રકારની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. જે એસ્ટ્રોના ગ્રાહકોના ઘરનું સતત નિરિક્ષણ કરી શકે અને પરિવારના સંપર્કમાં રહી છે. આ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્સેપ્ટ છે. જે કોમ્પ્યુટર વિઝન, સેન્સર ટેકનોલોજી તથા વોઈસ એન્ડ કોમ્પ્યુટિંગને એક પેકેજમાં આપે છે. જેથી એક નવી દિશામાં પ્રગતિ થશે એ નક્કી છે. આ અભિગમથી એક મોટી મદદ મળી રહેશે. અધિકારી વોશિંગટને એવું ઉમેર્યું કે, ભારત એક નવા વિચારોનું કેન્દ્ર છે. ઈન્ડિયા મુખ્ય સેન્ટર હોવાને કારણે ગ્રાહકો માટે બેસ્ટ સર્વિસ તથા અનોખો રોબોટિક્સ અનુભવ મળી રહેશે.
આ પણ વાંચો: સાયબર ઠગથી બચવા માટે આ ટિપ્સ પણ જાણવી જરુરી છે
એલેક્સા યાદ છે ને: એસ્ટ્રો બિલ્ટ એલેક્સા સાથે આવે છે અને ઘરની આસપાસ રસ્તો શોધવા માટે તે એક નેવિગેશનનો ઉપયોગ કરે છે. રોબોટ કોઈ વસ્તુને નુકસાન કર્યા વગર સરળતાથી ગમે તે ત્યાં મોકલી દેવા માટે સક્ષમ છે. જ્યારે એસ્ટ્રો કોઈ અજાણી વ્યક્તિ કે વસ્તુના સંપર્કમાં આવે છે તો તરત જ એલર્ટ કરે છે. પોતે પણ એલર્ટ થઈ જાય છે. કંપનીના જણાવ્યા અનુસાર એક બટન પ્રેસ કર્યા બાદ કેમેરા અને સ્પીડ ઓછી કરી શકાય છે. એને રેન્જની બહાર કરી શકાય છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે એસ્ટ્રોને સમજ પડે કે, આખરે કઈ બાજું વળવાનું છે. ક્યાં જવાની મંજૂરી નથી.