- ઉત્તરપ્રદેશમાં કોરોનાની સ્થિતિ અંગે અલ્હાબાદ હાઈકોર્ટ નારાજ
- અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસની સારવારમાં બેદરકારીની તપાસ અંગે કોર્ટનો નિર્દેશ
- 3 દિવસની અંદર તપાસ કમિટી બનાવવા હાઈકોર્ટનો નિર્દેશ
પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દીઓની હાલત અને રાજ્યની સ્થિતિ બગડી રહી છે. ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વી. કે. શ્રીવાસ્તવની સારવારમાં બેદરકારીની તપાસ માટે કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, 3 દિવસની અંદર તપાસ કમિટી બનાવવામાં આવે, જે 2 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકાર, સરકારી અને ખાનગી હોસ્પિટલને નિર્દેશ આપ્યો છે કે, કોવિડ શંકાસ્પદ મોતને કોરોનાથી મોત માનવામાં આવે.
આ પણ વાંચોઃ કોરોનાની સ્થિતિને લઇ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ
મેરઠના DMની રિપોર્ટથી કોર્ટને અસંતોષ છે
હાઈકોર્ટે મેડિકલ કોલેજ મેરઠના પ્રાચાર્યને 20 લોકોની મોતથી ભરતી મોત સુધીની વિગતોની સાથે નવો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે જિલ્લાધિકારી મેરઠની રિપોર્ટ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, સરકારનું કહેવુ છે કે, દરેક સરકારી હોસ્પિટલ્સમા તપાસ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે પ્રાચાર્યનું કહેવું છે કે, તપાસની મશીન ઉપલબ્ધ નથી. કોર્ટે રેમડેસિવિર અને ટોર્સિલિન, ઓક્સિજનના પૂરવઠા ન હોવાના વાયરલ સમાચાર મામલામાં કહ્યું હતું કે, દરેક જિલ્લામાં એક ફરિયાદ સેલ બનાવવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં SDMને ફરિયાદ કરવામાં આવે, જે ફરિયાદ કમિટીને સોંપશે.
આ પણ વાંચોઃ કોરોના મહામારીઃ ઓક્સિજન અને દવાની સપ્લાય અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ
ગામમાં લોકો મરી રહ્યા છેઃ હાઈકોર્ટ
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 2,92,41,314 ઘરોનો સરવે કરવામાં આવ્યો છે, જેમાંથી 4,24,631 લોકોમાં સંક્રમણ તત્વ મળ્યું છે, જે શંકાસ્પદ કોરોના વાઈરસની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એવા તમામ દર્દીઓને કોરોનાની દવા આપવામાં આવી છે. 12,381 દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેવામાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, બાઈપેપ મશીન, હાઈપ્લો નોલેજ ફૈનુલા માસ્ક આપવામાં આવી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપર મુખ્યસચિવે નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે, ગામમાં સારવારની સુવિધા જ નથી. લોકો મરી રહ્યા છે. દેખરેખ નથી થઈ શકતી. નાના ગામડાઓમાં પણ આ જ હાલત છે.
ખાનગી હોસ્પિટલનું શોષણ કરવાનો આરોપ
કોર્ટ મેરઠ અને વારાણસીમાં દર્દીઓ ગાયબ થવા મામલાને પણ ગંભીરતાથી લીધો છે અને આ અંગે રિપોર્ટ માગ્યો છે. લખનઉથી સન હોસ્પિટલ દ્વારા અપાયેલી અરજીમાં જણાવાયું હતું કે, 1 અને 2 મેએ ઓક્સિજનના સિલિન્ડર આપવામાં નથી આવ્યો અને જિલ્લાધિકારીએ ખોટી માહિતી આપી છે. હોસ્પિટલ સામે FIR નોંધવામાં આવી છે. તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેની અસર દર્દીઓની સારવાર પર પડી રહી છે. કોર્ટે હોસ્પિટલના શોષણ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ સરકાર પાસે કાર્યવાહીનો રિપોર્ટ પણ માગ્યો છે.