ETV Bharat / bharat

All is not Well: લદ્દાખમાં સ્થિતિ વણસતા -40 ડિગ્રીમાં ઉપવાસ પર ઊતરશે સોનમ વાંગચુક - Sonam Wangchuk announced to start a 5 day fast

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે (Social activist Sonam Wangchuk) 26 જાન્યુઆરીથી 5 દિવસના ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી (Sonam Wangchuk announced to start a 5-day fast) છે. 1949માં બંધારણ સભા દ્વારા પસાર કરાયેલ છઠ્ઠી અનુસૂચિ, સ્વાયત્ત પ્રાદેશિક પરિષદ દ્વારા આદિવાસીઓના અધિકારોનું રક્ષણ પૂરું પાડે છે.

Sonam Wangchuk: લદ્દાખમાં -40 ડિગ્રી તાપમાનમાં ઉપવાસ કરશે સોનમ વાંગચુક

author img

By

Published : Jan 23, 2023, 9:13 AM IST

લદ્દાખ: સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 26 જાન્યુઆરીથી 5 દિવસના ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેણે ટ્વિટ કર્યું છે કે, તે ખારદુંગલા પાસ પર માઈનસ 40 ડિગ્રી તાપમાન અને 18000 ફૂટની ઊંચાઈએ 'ક્લાઈમેટ ફાસ્ટ' કરશે. આ સાથે તેણે પોતાની માંગને લઈને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

  • ALL IS NOT WELL in Ladakh!
    In my latest video I appeal to @narendramodi ji to intervene & give safeguards to eco-fragile Ladakh.
    To draw attention of Govt & the world I plan to sit on a 5 day #ClimateFast from 26 Jan at Khardungla pass at 18000ft -40 °Chttps://t.co/ECi3YlB9kU

    — Sonam Wangchuk (@Wangchuk66) January 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Subhas Chandra Bose Jayanti 2023: પરાક્રમ દિવસ પર જાણો નેતાજીના જીવનના અનોખા પરાક્રમ

લદ્દાખમાં બધુ બરાબર નથી: ટ્વીટ કરીને સોનમ વાંગચુકે કહ્યું, લદ્દાખમાં બધુ બરાબર નથી! મારા નવા વીડિયોમાં, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે, તેઓ દરમિયાનગીરી કરે અને નાજુક લદ્દાખને સુરક્ષા પ્રદાન કરે. તેણે આગળ લખ્યું કે, સરકાર અને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવા માટે, હું 26 જાન્યુઆરીથી ખારદુંગલા પાસ પર 18000 ફૂટ, -40 ડિગ્રી સેલ્સિયસ પર 5 દિવસ માટે #ClimateFast પર બેસવાનું આયોજન કરી રહ્યો છું.

લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ: વીડિયોમાં તે કેન્દ્ર સરકારને લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની અપીલ કરી રહ્યો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, આ મુદ્દો 2019ની લોકસભા ચૂંટણી અને હિલ કાઉન્સિલની ચૂંટણી માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી આ મુદ્દાનું વહેલું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: રૂપિયા 2100 ન ગણી શક્યો, કન્યા ભડકી કહ્યું, નથી કરવા લગ્ન

અનેક ગામોમાં પાણીની કટોકટી: સોનમ વાંગચુકે પણ પોતાના વીડિયોમાં કહ્યું છે કે લદ્દાખમાં બહુ ઓછું પાણી છે. અનેક ગામો જળસંકટનો સામનો કરી રહ્યા છે. આકાશમાંથી દર વર્ષે ચાર ઈંચ પાણી બરફના રૂપમાં નીચે આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીવન ગ્લેશિયર પર નિર્ભર છે અને અહીંના લોકો દરરોજ 5 લિટર પર જીવે છે.

છઠ્ઠી સૂચિ શું છે?: સોનમે કહ્યું કે, લદ્દાખ લશ્કરી દૃષ્ટિકોણથી પણ ખૂબ જ સંવેદનશીલ છે. ખારદુન્ગલા એ નુબ્રા ખીણનો એક ભાગ છે, જે પશ્ચિમમાં સિયાચીન ગ્લેશિયરની નજીક પાકિસ્તાન અને ગલવાન ખીણમાં પૂર્વમાં ચીન સાથે સરહદો વહેંચે છે. માહિતી અનુસાર, વર્ષ 1949માં બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલી છઠ્ઠી સૂચિમાં સ્વાયત્ત પ્રાદેશિક પરિષદ અને સ્વાયત્ત જિલ્લા પરિષદો દ્વારા 'આદિવાસીઓના અધિકારોનું રક્ષણ' કરવાની જોગવાઈ છે. આ વિશેષ જોગવાઈ બંધારણની કલમ 244 (2) અને કલમ 275 (1) હેઠળ કરવામાં આવી છે. રાજ્યપાલને સ્વાયત્ત જિલ્લાઓની રચના અને પુનર્ગઠન કરવાનો અધિકાર છે. લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાથી તેની વિશેષ સંસ્કૃતિ અને જમીન અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.