ETV Bharat / bharat

Shaheen Cycloneના કારણે ગુજરાતમાં એલર્ટ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં અસર નહીં દેખાય - પાકિસ્તાનના માકરન

એક તરફ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે (Department of Meteorology) શાહીન વાવાઝોડાના (shaheen cyclone) કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ હવામાન વિભાગે દરિયાકાંઠે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.

Shaheen Cycloneના કારણે ગુજરાતમાં એલર્ટ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં અસર નહીં દેખાય

author img

By

Published : Sep 30, 2021, 1:35 PM IST

  • ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો (shaheen cyclone) ખતરો! સાંજ સુધી ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
  • ગુજરાતમાં શાહીન વાવાઝોડાને (shaheen cyclone) લઈ એલર્ટ, દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ પડશે
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી
  • પાકિસ્તાનના માકરન તરફ ફંટાશે શાહીન વાવાઝોડું (shaheen cyclone)

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. એક સંકટ ઓછું હતું તેવામાં હવામાન વિભાગે શાહીન વાવાઝોડાને (shaheen cyclone) લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

NDRFની 17, SDRFની 8 ટીમ ડિપ્લોય કરવામાં આવી

હવામાન વિભાગના મતે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સૂત્રોના મતે, શાહીન વાવાઝોડું (shaheen cyclone) પાકિસ્તાનના માકરન તરફ ફંટાશે, પરંતુ અત્યારે રાજ્યમાં જે રીતની હાલત પ્રવર્તાઈ રહી છે. તેને જોતા હવામાન વિભાગ કોઈ બાંધછોડ કરવા માગતું નથી. રાજ્યમાં ભારે વરસાદને જોતા NDRFની 17 અને SDRFની 8 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં 1 ઓક્ટોબરે પવનની ઝડપ વધશે

ગુરુવારે સાયકલોન શાહિન (shaheen cyclone)ને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં શાહીન સાયકલોન (shaheen cyclone)ની અસર દક્ષિણ ગુજરાત અને ખંભાત સુધી થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુલાબ સાઈકલોન શાહીનમાં પરિવર્તિત થઈ શકે છે અને કચ્છના અખાત થઈને પાકિસ્તાનના માકરન સુધી પહોંચશે, જેના કારણે કચ્છના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 80થી 90 કિલોમીટર વચ્ચેની રહેશે. 1 ઓક્ટોબરે તેની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે.

વાવાઝોડું નલિયાથી 90 અને દ્વારકાથી 50 કિલોમીટર દૂર છે

કચ્છના અખાતમાં સાંજ સુધી ડિપ શાહિન સાયક્લોન (shaheen cyclone) ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે આ વાવાઝોડું નલિયાથી 90 કિલોમીટર અને દ્વારકાથી 50 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે હવામાન વિભાગના (Department of Meteorology) મતે, જામનગર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથમાં ભારે વરસાદ (Heavy Rain) પડશે. આણંદ, ભરૂચ, સુરત, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વાવાઝોડું ચિંતાજનક

‘શાહીન’ વાવાઝોડું (shaheen cyclone) ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારા લોકો માટે ચિંતાનું કારણ બને તેવી શક્યતા છે. તેની પાછળનું કારણ એ છે કે, ‘શાહીન’ નામનું ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં ઉત્પન્ન થવાનું છે અને તેની મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે.

અમદાવાદમાં આ વાવાઝોડાની અસર નહીં દેખાય

હવામાન વિભાગ (Department of Meteorology) દ્વારા માછીમારોને 4 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમા ભારે વરસાદ બન્યો રહેશે. તેની સાથે જ દરિયો પણ તોફાની રહેવાનો છે. 40ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાઈ શકે છે, પરંતુ અમદાવાદમાં કોઈ ખતરો નથી. અમદાવાદના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી જોવા મળી છે પરંતુ ઉત્તર અમદાવાદમાં સામાન્ય વરસાદ બન્યો રહેશે.

આ પણ વાંચો- જૂનાગઢમાં 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે તમામ જળાશયો Overflow

આ પણ વાંચો- ગીરસોમનાથના ભવનાથ મંદિરમાં વરસાદી પાણી ભરાતા ઈતિહાસમાં પહેલી વખત મંદિર બંધ કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.