ETV Bharat / bharat

લખીમપુર હિંસા: કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા બોલ્યા- દીકરાની વિરુદ્ધ પુરાવા મળ્યા તો પ્રધાન પદ છોડી દઇશ - કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન

લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (Lakhimpur Kheri Violence) બાદ રાજકીય ઘમાસાણ વધી ગયું છે. વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની (Union Minister of State for Home Affairs Ajay Mishra Teni)ના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન અજય મિશ્રા ટેનીએ કહ્યું છે કે, જો કોઈ તેમના દીકરા આશીષ મિશ્રા (Ashish Mishra)ના ઘટનાસ્થળે હોવાનો એક પણ પુરાવો આપી દે તો તેઓ પોતાના પદથી રાજીનામું આપી દેશે.

લખીમપુર હિંસા: ...તો કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા છોડી દેશે પ્રધાન પદ

author img

By

Published : Oct 5, 2021, 8:36 PM IST

  • કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીનું નિવેદન
  • લખીમપુર હિંસામાં જો તેમનો દીકરો હોવાનો પુરાવો મળશે તો રાજીનામું આપી દેશે
  • ખેડૂત સંગઠનોએ આશીષ મિશ્રા પર લગાવ્યા છે આરોપ

લખીમપુર ખીરી: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની (Union Minister of State for Home Affairs Ajay Mishra Teni)એ કહ્યું છે કે, જો કોઈ તેમના દીકરા આશીષ મિશ્રા (Ashish Mishra)ના ઘટનાસ્થળે હોવાનો એક પણ પુરાવો આપી દે તો તેઓ પોતાના પદેથી રાજીનામું આપી દેશે, જ્યાં રવિવારના લખીમપુર ખીરી (Lahimpur Kheri)માં હિંસા ભડકી હતી.

રવિવારના હિંસામાં 9 લોકોના મોત થયા હતા

પત્રકારો સાથે વાત કરતા મિશ્રાએ કહ્યું કે, "હું મારા પદ પરથી રાજીનામું આપી દઇશ, જો મારો દીકરાના એ સ્થાને હોવાના એક પણ પુરાવા સામે આવે છે, જ્યાં આ ઘટના બની હતી." લખીમપુર ખીરીમાં રવિવારના ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત 9 લોકોના મોત થયા.

કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત પહેલા વિરોધ પ્રદર્શન શરૂ થયું

ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે આશીષ મિશ્રાની સાથે એક કારે વિરોધ કરી રહેલા ખેડૂતોને કચડ્યા. યુપીના ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના રવિવારના તિકુનિયા પ્રવાસ પહેલા વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું, જે અજય મિશ્રાનું પૈતૃક ગામ છે. જો કે અજય મિશ્રા અને તેમના દીકરા આશીષે દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ કાફલા પર હુમલો કર્યો અને એક ડ્રાઇવર અને 2 ભાજપા કાર્યકર્તાઓ સહિત 3 અન્યની હત્યા કરી દીધી.

કારચાલક પર હુમલો થતા સંતુલન ગુમાવ્યું

અજય મિશ્રાએ કહ્યું કે, "અમારા સ્વયંસેવકો અમારા મુખ્ય મહેમાનના સ્વાગત માટે ગયા હતા અને હું તેમની સાથે હતો. એ જ સમયે કેટલાક અસામાજિક તત્વોએ કાફલા પર હુમલો કર્યો. આ દરમિયાન કારચાલકને ઈજા થઈ અને તે સંતુલન ગુમાવી બેઠો, જેના કારણે કાર પલટી ખાઈ ગઈ." આશીષ મિશ્રાની વિરુદ્ધ હિંસાને લઇને FIR નોંધાઈ છે. આ દરમિયાન આશીષ મિશ્રાએ કહ્યું કે, પોલીસે હજુ સુધી ન તો તેમની સાથે સંપર્ક કર્યો છે અને ના તેમની સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો: Lakhimpur Violence: કારચાલકે ખેડૂતોને કચડી નાખ્યા, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં 24 કલાકથી વધુ સમય થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.