મોતિહારી: બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં પિપ્રકોઠી ચોક ખાતે એક વિમાન લઈ જતો ટ્રક ઓવરબ્રિજની નીચે ફસાઈ ગયો હતો. આ પછી NH 28 પર જામ થઈ ગયો. લગભગ બે કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. બંને તરફ વાહનોની કતારો લાગી હતી. ઓવરબ્રિજ નીચે પ્લેન ફસાયું હોવાના સમાચાર સાંભળીને આસપાસના લોકો તેને જોવા માટે દોડી આવ્યા હતા. લોકો તેની તસવીર ક્લિક કરવામાં અને સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા.
ટ્રક કેવી રીતે ફસાયો: પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં યોજાયેલી હરાજીમાં એક બિઝનેસમેન દ્વારા વિમાનને ભંગાર તરીકે ખરીદ્યું હતું. તેને એક મોટી ટ્રકમાં મુંબઈથી આસામ લઈ જવામાં આવી રહ્યું હતું. પિપ્રકોઠીમાં NH 28 પર ગોપાલગંજથી આવતા વાહનોને ઓવરબ્રિજની નીચેથી પસાર થઈને મુઝફ્ફરપુર તરફ જવું પડે છે. વિમાનને લઈ જતી ટ્રક પીપરાકોઠી નજીક ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી, ત્યારે પ્લેનનો ઉપરનો ભાગ ઓવરબ્રિજની નીચે ફસાઈ ગયો હતો.
આ રીતે ટ્રકને બહાર કાઢવામાં આવી: ડ્રાઈવરે લારીને બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. થોડી જ વારમાં NH 28 પર જામ થઈ ગયો. વિમાન લઈને જતો ટ્રક ફસાઈ જવાની અને જામ થઈ જવાની માહિતી મળતાં પીપરાકોઠી પોલીસ સ્ટેશનના વડા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ પછી ટ્રકના તમામ પૈડાઓની હવા કાઢવામાં આવી. જેના કારણે તેની ઉંચાઈ થોડી ઓછી કરાઈ અને પછી વિમાન સહિતની ટ્કને બહાર કાઢવામાં આવ્યો હતો.