ETV Bharat / bharat

એરહોસ્ટેસ શ્વેતાને અફઘાનિસ્તાનથી પરત આવેલા યાત્રીઓ કહે છે 'નીરજા', જાણો કેમ... - Afghanistan crisis updates

અફઘાનિસ્તાનમાં તમામ જગ્યાએ અરાજકતા જોવા મળી રહી છે. અન્ય દેશોની જેમ ભારત પણ ત્યાં ફસાયેલા પોતાના દેશવાસીઓને એરલિફ્ટ કરાવીને પરત લાવી રહ્યું છે. જે પ્લેનમાં 129 ભારતીયો ઘરે પરત ફર્યા તેમાં મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી શ્વેતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એર હોસ્ટેસ હતી. શ્વેતાએ બહાદુરીથી સમગ્ર પરિસ્થિતિ સંભાળી અને ભારતીય લોકોને સુરક્ષિત રીતે ભારત લાવી હતી. ચાલો આપને જણાવીએ કે શ્વેતા કોણ છે અને શા માટે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.

એરહોસ્ટેસ શ્વેતાને અફઘાનિસ્તાનથી પરત આવેલા યાત્રીઓ કહે છે 'નીરજા

author img

By

Published : Aug 18, 2021, 8:13 PM IST

  • કાબુલ એરપોર્ટ બહારથી ગોળીઓનો વરસાદ હતો : શ્વેતા
  • જીવના જોખમે એરહોસ્ટેસ શ્વેતાએ 129 યાત્રીઓને ભારત પહોંચાડ્યા
  • યાત્રીઓને યાદ આવી નીરજા ભનોટ કે જેમણે 360થી વધુ લોકોને બચાવ્યાં હતા

અમરાવતી (મહારાષ્ટ્ર): 5 સપ્ટેમ્બર 1986ના દિવસ દેશની પુત્રી નીરજા ભનોટે પોતાના જીવની પરવા કર્યા વગર 360થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. પૈન EEM ફ્લાઇટ 73 માં નીરજા સિનિયર હતી, આ ફ્લાઇટ મુંબઇથી અમેરિકા જઇ રહી હતી, પરંતુ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર તેને હાઇજેક કરવામાં આવી હતી, જેમાં યાત્રીઓને બચાવતી વખતે નીરજા પોતે આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બની હતી અને આજે શ્વેતાને જોતા ફરી એકવાર નીરજાની યાદ તાજી થઈ હતી. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની વતની શ્વેતાની આજે તમામ જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં, શ્વેતાને 'નીરજા' નામથી પણ બોલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: "મારા બધા જ સપનાઓ મારી નજર સામે ટુટી ગયા" : કાબુલ એરપોર્ટ પર વિમાનની રાહે બેઠેલી યુવતી

ભારતીયોના પરત આવવામાં શ્વેતાનું મોટું યોગદાન

15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની સ્થિતિ ઘણી ગંભીર બની છે. તમામ દેશો અફઘાનિસ્તાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે, ત્યારે એર ઇન્ડિયાના વિમાન દ્વારા 129 યાત્રીઓ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. ભારતીયોને સલામત રીતે તેમના વતન પરત લાવવામાં શ્વેતાનો મોટો ફાળો હતો.

એરહોસ્ટેસ શ્વેતાને અફઘાનિસ્તાનથી પરત આવેલા યાત્રીઓ કહે છે 'નીરજા
એરહોસ્ટેસ શ્વેતાને અફઘાનિસ્તાનથી પરત આવેલા યાત્રીઓ કહે છે 'નીરજા

કોણ છે અમરાવતીની 'નીરજા'

જ્યારે વિમાન મુશ્કેલ પરિસ્થિતિમાં કાબુલ એરપોર્ટથી 129 યાત્રીઓને ભારત લાવવાની તૈયારી કરી રહ્યું હતું, બહારથી ગોળીઓ આવી રહી હતી, સર્વત્ર અરાજકતા હતી. આવી સ્થિતિમાં શ્વેતા શંકે પરિસ્થિતિ સંભાળી હતી. તેમના જીવનની પરવા કર્યા વિના, 129 યાત્રીઓને માર્ગદર્શન આપીને વિમાનમાં સુરક્ષિત રીતે પ્રવેશ કર્યો અને વિમાનને લેન્ડિગ કર્યું હતું. વિમાનની અંદર પણ, તે યાત્રીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપતી રહી અને છેવટે દરેકને ભારતમાં સુરક્ષિત રીતે લેન્ડિંક કરાવ્યું હતું. અમરાવતી જિલ્લાના દરિયાપુરમાં રહેતી શ્વેતા શંકેની આજે બધી જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. તેણીને અમરાવતીની 'નીરજા' તરીકે ઓળખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડાપ્રધાને વાતચીત કરી

અમે અમારું લક્ષ્ય પૂર્ણ કર્યું

શ્વેતાના પિતા જિલ્લા પરિષદ શાળામાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે. તેની બહેન દંત ચિકિત્સક છે અને ભાઈ ફાર્માસિસ્ટ છે. 2017-18માં શ્વેતાને ભારતીય વાયુસેનામાં એર હોસ્ટેસ તરીકે પસંદ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનથી 129 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવ્યા બાદ, મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન યશોમતી ઠાકુરે તેમની સાથે વાત કરી. શ્વેતાએ યશોમતી ઠાકુરને કહ્યું કે, 'તાઈ, બહારથી ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો. પરંતુ અમે અમારું લક્ષ્ય પૂર્ણ કર્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.