- એસઆઇટીએ પર સાયબર એટેકના કારણે વિશ્વભરના 45 લાખ પ્રવાસીઓના ડેટાને અસર થઈ છે
- શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે
- વિમાનના ચોક્કસ સંખ્યાના પ્રવાસીઓનો વ્યક્તિગત ડેટા લીક થઈ ગયો હતો
ન્યુ દિલ્હી: એર ઇન્ડિયાની પેસેન્જર સર્વિસ સિસ્ટમ પ્રદાતા એસઆઇટીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સાયબર એટેકનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વિમાનના ચોક્કસ સંખ્યાના પ્રવાસીઓનો વ્યક્તિગત ડેટા લીક થઈ ગયો હતો. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ પેમેન્ટ એપ મોબિક્વિકના 9.9 કરોડ ભારતીયોના બેન્કિંગ ડેટા લીક થયાનો દાવો
એર ઇન્ડિયા પ્રવાસીઓની નિશ્ચિત સંખ્યાની વ્યક્તિગત માહિતી લીક થઈ છે
એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, 11ઓગસ્ટ, 2011થી 3ફેબ્રુઆરી 2021ની વચ્ચે નોંધાયેલા એર ઇન્ડિયા પ્રવાસીઓની નિશ્ચિત સંખ્યાની વ્યક્તિગત માહિતી લીક થઈ છે, જેમાં નામ, જન્મ તારીખ, સંપર્ક માહિતી, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી અને ક્રેડિટ કાર્ડ ડેટા શામેલ છે.
ડેટા પ્રોસેસરો સતત સુધારાત્મક પગલા લઈ રહ્યા છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જો કે, અમે અને અમારા ડેટા પ્રોસેસરો સતત સુધારાત્મક પગલા લઈ રહ્યા છે. અમે પ્રવાસીઓને તેમના અંગત ડેટાની સુરક્ષાની ખાતરી કરાવવા માટે જરૂરી હોય ત્યાં પાસવર્ડ્સ બદલવાની અપીલ કરીશું." એસઆઇટીએ પર સાયબર એટેકના કારણે વિશ્વભરના 45 લાખ પ્રવાસીઓના ડેટાને અસર થઈ છે, જેમાં એર ઇન્ડિયાના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાએ તેના મૂલ્યવાન ગ્રાહકોને માહિતી આપી હતી
એરલાઇને કહ્યું કે, 'એર ઇન્ડિયા તેના મૂલ્યવાન ગ્રાહકોને માહિતી આપવા માગે છે કે, તેના પેસેન્જર સર્વિસ સિસ્ટમ પ્રદાતાએ એક પરિષ્કૃત સાયબર એટેક વિશે માહિતી આપી છે જેનો સામનો તેઓએ ફેબ્રુઆરી 2021ના છેલ્લા અઠવાડિયામાં કર્યો હતો.
ઘટના પછી સિસ્ટમના માળખામાં કોઈ અનધિકૃત પ્રવૃત્તિ મળી નથી
જો કે, ફોરેન્સિક વિશ્લેષણના માધ્યમથી તેના સ્તર અને અવકાશની શોધ કરવામાં આવી રહી છે અને કવાયત ચાલુ છે. સીઆઈટીએએ પુષ્ટિ આપી છે કે, આ ઘટના પછી સિસ્ટમના માળખામાં કોઈ અનધિકૃત પ્રવૃત્તિ મળી નથી.
આ પણ વાંચોઃ GTUમાં ઓનલાઈન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ડેટા GTUની જ વેબસાઈટ પર લીક થયા
એર ઇન્ડિયા ભારત અને વિદેશની વિવિધ નિયામક એજન્સીઓ સાથે સંપર્કમાં છે
એરલાઇને કહ્યું કે, 'એર ઇન્ડિયા આ દરમિયાન ભારત અને વિદેશની વિવિધ નિયામક એજન્સીઓ સાથે સંપર્કમાં છે અને તેઓને તેમની જવાબદારી મુજબની ઘટના અંગે વાકેફ કરવામાં આવ્યા છે.