- અગ્નિ પ્રાઇમ મિસાઇલનું પ્રાથમિક પરિક્ષણ સફળતાપૂર્વક કરાયું
- અગ્નિ પ્રાઇમ મિસાઇલની રેન્જ 1000થી 1500 કિલોમીટર
- અગ્નિ પ્રાઇમ મિસાઇલને DRDO દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે
ઓડિશા : ભારતના ઓડિશાના દરિયાકિનારા પર સ્થિત ડિફેન્સ ફિલ્ડ પરથી સોમવારના રોજ પરમાણુ હથિયાર લઇ જવા માટે સક્ષમ એવી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું પ્રાથમિક પરિક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ( Agni Prime missile ) એ અગ્નિ 1 મિસાઇલનું અપડેટ વર્ઝન છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ( Defense Research and Development Organization )એ આપેલા સત્તાવાર નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.
અગ્નિ પ્રાઇમ મિસાઇલ ચીકણી સપાટીવાળી મિસાઇલ અગ્નિ સિરિઝનું અપડેટ વર્ઝન
DRDOએ આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જમીનથી જમીન પર હુમલો કરતી બેલેસ્ટિક મિસાઈલ ( Ballistic missile )ની મારક ક્ષમતા 1000થી 2000 કિલોમીટરની છે. DRDOના સુત્રોના જણાવ્યા અનુસાર અગ્નિ પ્રાઇમ મિસાઇલ ચીકણી સપાટીવાળી મિસાઇલ અગ્નિ સિરિઝનું અપડેટ વર્ઝન છે.
સવારે 10:55 મિનિટ અગ્નિ પ્રાઇમ મિસાઇલનું થયું સફળ પરિક્ષણ
ઓડિશામાં આવેલા અબ્દુલ કલામ ટાપુ ( Abdul Kalam Island ) પરથી સોમવારની સવારે 10:55 મિનિટ અગ્નિ પ્રાઇમ મિસાઇલ ( Agni Prime Missile )નું પ્રાથમિક પરિક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. દરિયાકિનારા પર રિયલ ટાઇમ ટ્રેકિંગ રડાર ( Real time tracking radar ) અને ટેલીમેટરીના માધ્યમથી સમગ્ર પરિક્ષણ પર દેખરેખ રાખવામાં આવી હતી.
અગ્નિ પ્રાઇમ મિસાઇલને DRDO દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે
પરમાણુ હથિયારનું વહન કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ પ્રાઇમ મિસાઇલ ( Agni Prime Missile )ને DRDO ( Defense Research and Development Organization ) દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે. અગ્નિ મિસાઇલ હાઇલેવલ એક્યુરેસી સાથે મિશનના દરેક ટારગેટને ભેદે છે.
આ પણ વાંચો -