ETV Bharat / bharat

EXCLUSIVE: વેક્સિનેશન પછી શરીર પર લોખંડ- સ્ટીલ ચોંટવાનો દાવો ફેઇલ, ડૉક્ટર્સે કહ્યું પરસેવાના કારણે ચોંટે છે - વેક્સિન લીધા બાદ શરીર બને છે ચુંબક

કોટા શહેરમાં એક વ્યક્તિએ વેક્સિન લગાવ્યા બાદ લોખંડ અને સ્ટીલની વસ્તુઓ ચોંટવાનો દાવો કર્યો હતો. ઇટીવી ભારતે આ દાવાની તપાસ કરી હતી. પાઉડર લગાવીને વસ્તુઓ ચોંટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તો શરીર પર વસ્તુઓ ચોંટી ન હતી, જો કે આવો જ દાવો મહારાષ્ટ્રમાં પણ કરવામા આવ્યો હતો.

વેક્સિનેશન પછી શરીર પર લોખંડ- સ્ટીલ ચોંટવાનો દાવો ફેઇલ, ડૉક્ટર્સે કહ્યું પરસેવાના કારણે ચોંટે છે

author img

By

Published : Jun 12, 2021, 9:17 PM IST

  • વેક્સિન લીધા પછી શરીર પર ચોંટે છે લોખંડ
  • ઇટીવી ભારતે આ દાવાની કરી તપાસ
  • તપાસમાં ખોટા સાબિત થયા દાવા

કોટા: મહારાષ્ટ્રના પુણે પછી કોટા શહેરમાં એક વ્યક્તિએ વેક્સિન લીધા પછી લોખંડ અને સ્ટીલની વસ્તુઓ ચોંટવાનો દાવો કર્યો હતો. જો કે આ દાવાની પોલ ઇટીવી ભારતે ખોલી છે. ઇટીવી ભારતની ટીમ આ ઘટનાની તપાસ કરવા માટે સ્થળે પહોંચી હતી. સજ્જન સિંહને પાઉડર લગાવીને લોખંડની વસ્તુઓ લગાવવા માટે આપી હતી ત્યારે આ દાવા ખોટા સાબિત થયા. જેથી સાબિત થયા છે કે શરીર પર પરસેવાના કારણે આ વસ્તુઓ ચોંટી જાય છે. ડૉક્ટર્સએ પણ આ દાવાને ખોટા ગણાવ્યા હતાં. તેમનું કહેવું છે કે પરસેવામાં મેટલ્સ અને મિનરલ્સ હોય છે. અત્યારે ગરમીના કારણે શરીર પરથી પરસેવો સુકાતો નથી. જેના કારણે લોખંડની વસ્તુઓ ચોંટી જાય છે. પણ આ મનગમતા દાવાની અસર વેક્સીનેશન પર થાય છે. આથી આ કારણે લોકોએ અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

વેક્સિનેશન પછી શરીર પર લોખંડ- સ્ટીલ ચોંટવાનો દાવો ફેઇલ

આ રીતે ઇટીવી ભારતએ કર્યો ખુલાસો

આ રીતે આરકેપુરમ નિવાસી સજ્જન સિંહે દાવો કર્યો હતો કે 24મેના રોજ કોવેક્સીન લીધા પછી શરીર પર વસ્તુઓ ચોંટી જાય છે. એક મહિલા લતાએ પણ આ જ વાતનો દાવો કર્યો છે. ઇટીવી ભારતની ટીમે ઘટના સ્થળે જઇને યુવકનો વીડિયો બનાવ્યો હતો. ખરેખર સજ્જનના શરીર પર વસ્તુઓ ચોંટી રહી હતી. જો કે સંજયએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો. આ વાત પરથી સજ્જનના દાવા પર શંકા ગઇ હતી. આ શંકા દૂર કરવા માટે તેમના શરીર પર પાવડર લગાવવામાં આવ્યો હતો. એ બાદ તેમના શરીર પર કોઇ પણ વસ્તુ ચોંટી ન હતી.

પરસેવામાં હોય છે મિનરલ્સ અને મેટલિક પદાર્થ

ડૉ. યાદવે જણાવ્યું કે આપણા શરીરમાંથી નિકળતો પરસેવામાં પાણી સાથે કેટલાક મેટાલિક અને મિનરલ્સ પણ નિકળે છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, ઝિંક અને કોપર પણ હોય છે સાથે જ યૂરિક એસિડ અને યુરિયા પણ શરીરમાંથી નિકળે છે. એના કારણે શરીર ચિકણું થાય છે. ગરમીના કારણે પાણી શરીર પર થી ઉડી જાય છે પણ કણ શરીર પર ચોંટી જાય છે. જેના કારણે લોખંડ અને સ્ટીલની વસ્તુઓ શરીર સાથે ચોંટી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.