ETV Bharat / bharat

નારાયણ રાણેની ધરપકડ બાદ ભાજપ અને શિવસેના સામસામે, ભાજપે ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની સામે નોંધાવી ફરિયાદ - Union Minister Narayan Rane

કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણે (Union Minister Narayan Rane)સામે FIR અને ધરપકડના એક દિવસ પછી ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray), તેમના પત્ની અને યુવા સેના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ આપીને પ્રાથમિકી નોંધવા માગ કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, આ વિવાદ આગામી દિવસોમાં તોફાનનું રૂપ લેવાનો છે.

નારાયણ રાણેની ધરપકડ બાદ ભાજપ અને શિવસેના સામસામે, ભાજપે ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની સામે નોંધાવી ફરિયાદ

author img

By

Published : Aug 26, 2021, 11:05 AM IST

  • કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની (Union Minister Narayan Rane) ધરપકડ બાદ ભાજપ અને શિવસેના સામસામે
  • ભાજપે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray), તેમના પત્ની રશ્મિ ઠાકરે સામે નોંધાવી ફરિયાદ
  • ભાજપે યુવા સેના પ્રમુખ વરૂણ સરદેસાઈ સામે પણ નાસિક પોલીસમાં નોંધાવી ફરિયાદ

નાસિકઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની ધરપકડના એક દિવસ પછી ભાજપે ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની અને સામાના ન્યૂઝપેપરના સંપાદક રશ્મિ ઠાકરે તેમ જ યુવા સેના પ્રમુખ વરૂણ સરદેસાઈ સામે નાસિક પોલીસમાં (Nasik Police) અલગ અલગ આધાર પર ત્રણ ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ FIR નોંધવાની પણ માગ કરી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે, ભાજપે ત્રણ ફરિયાદી પત્ર દિવસમાં નાસિક શહેર સાઈબર પોલીસ સ્ટેશનમાં (Cyber Police Station) આપ્યા છે. નાસિક ભાજપના અધ્યક્ષ તરફથી ત્રણ લોકોએ નાસિકમાં ફરિયાય નોંધાવી છે.

આ પણ વાંચો- શિવસેના પર વરસ્યા રાણે, કહ્યું - તમારાથી ડરતો નથી, સરકારે કહ્યું - દંડાત્મક કાર્યવાહી નહીં કરીએ

ફરિયાદ નંબર એક

પહેલી ફરિયાદ ઋષિકેશ જયંતે ઉદ્ધવ ઠાકરે અને વરૂણ સરદેસાઈ સામે નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે સરદેસાઈએ કથિત રીતે ગેરકાયદેસર રીતે રાણેના મુુંબઈમાં આવેલા આવાસની સામે પ્રદર્શન કર્યું, જેના પછી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray)એ તેમને પોતાના સત્તાવાર આવાસ વર્ષા પર સન્માનિત કર્યા હતા. આનાથી ખોટો સંદેશ ગયો અને કાયદા-વ્યવસ્થાની પણ સમસ્યા ઉભી થઈ હતી.

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ઘટનાનો વીડિયો વિવિધ ચેનલ્સ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો છે. આમાં આરોપ લગાવ્યો હતો કે, સરદેસાઈએ વર્ષાની સામે ભડકાઉ ભાષણ આપ્યું, જેને ફેસબુક પર પ્રસારિત કરાયું હતું. આ માટે બંને સામે ભારતીય દંડ સંહિતાની ધારા 153 એ, 107, 212 અને સાઈબર ક્રાઈમ કાયદાની ધારાઓ અંતર્ગત પ્રાથમિકી નોંધવી જોઈએ.

આ પણ વાંચો- કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના જામીન મંજુર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ આપ્યું હતું નિવેદન

ફરિયાદ નંબર બે

બીજી ફરિયાદ સુનિલ રઘુનાથ કેદાર તરફથી મુખ્યપ્રધાન ઠાકરે સામે કરવામાં આવી છે. આમાં આરોપ લગાવ્યો છે કે, ઠાકરેએ કથિત રીતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ફરિયાદીએ કહ્યું હતું કે, વીડિયો ક્લિપમાં ઠાકરે કહેતા સંભળાઈ રહ્યા છે કે, યોગી કઈ રીતે મુખ્યપ્રધાન બની શકે છે. તેમણે તો ગુફામાં બેસવું જોઈએ.

ફરિયાદીએ કહ્યું હતું કે, યોગી આદિત્યનાથ માત્ર ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને ભાજપના નેતા નથી, પરંતુ તેઓ ગોરખપુર પીઠના મહંત પણ છે અને આનાથી અનેક હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમના અપમાનથી કોઈ અપ્રિય ઘટના થઈ શકતી હતી. આ માટે ઠાકરે સામે ભારતીય દંડ સંહિતાની ધારા 153 એ (1), 153 બી, 189, 295 એ, 504, 505(2) અને 506 અંતર્ગત પ્રાથમિકી નોંધવી જોઈએ.

ફરિયાદ નંબર ત્રણ

ત્રીજી ફરિયાદ શિવાજી નિવૃત્તિ બર્કેએ રશ્મિ ઠાકરે અને નાસિક નગર નિગમમાં શિવસેના નેતા અજય બોરાસ્તે સામે નોંધાવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, 25 ઓગસ્ટે શિવસેનાના ન્યૂઝપેપર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં રાણે સામે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કેન્દ્રિય પ્રધાનના બંધારણીય પદનું અપમાન છે.

આ ઉપરાંત બોરાસ્તેએ આ સંપાદકીય માટે પોસ્ટર બનાવ્યું અને સાર્વજનિક રીતે પ્રદર્શિત કર્યું હતું. આના પર વિચાર કરતા રશ્મિ ઠાકરે અને બોરાસ્તે સામે માનહાનીનો કેસ નોંધાવવો જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.