આંધ્રપ્રદેશ: એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો કે, કૃષ્ણા જિલ્લાના (Andhrapradesh krishna district incident) મોપીદેવી મંડળમાં તે જે મરઘીઓ ઉછેરતો હતો તેને કોઈએ ઝેર આપ્યું હતું. રેડ્રોથુવરીપાલેમના લક્ષ્મિતાયરુના ઘરે ઉછેરવામાં આવતી 10 જેટલી મરઘીઓ મૃત્યુ પામી હતી.
આ પણ વાંચોઃ પ્લાસ્ટિકના કવરમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું
પીડિતોનો આરોપ છે કે, જ્યારે તેઓ તિરુપતિમાં હતા ત્યારે કોઈએ તેમના ચોખામાં ઝેર નાખીને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે ગુનો નોંધી મરઘીનું પોસ્ટમોર્ટમ (Post mortem for chickens) કરાવ્યું હતું. પોલીસે કહ્યું કે, તેઓ તેના આધારે તપાસ કરશે.