ETV Bharat / bharat

રમખાણ અને હિંસા બાદ આંધ્ર પ્રદેશના અમલાપુરમમાં સ્થિતિ આખરે થાળે પડી, હવે પોલીસ ભરશે આ પગલું

આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં,અમલાપુરમ શહેરમાં તેનું નામ બદલવાની દરખાસ્ત સામે વિરોધીઓ (Protest in Case of Name Change) પર લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ આગચંપીની (Fire Accident Broken out) ઘટના બની હતી. આ ઘટનામાં લગભગ 20 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

રમખાણ અને હિંસા બાદ આંધ્ર પ્રદેશના અમલાપુરમમાં સ્થિતિ આખરે થાળે પડી, હવે પોલીસ ભરશે આ પગલું
રમખાણ અને હિંસા બાદ આંધ્ર પ્રદેશના અમલાપુરમમાં સ્થિતિ આખરે થાળે પડી, હવે પોલીસ ભરશે આ પગલું
author img

By

Published : May 25, 2022, 10:41 PM IST

અમલાપુરમ: બુધવારે આંધ્રપ્રદેશના અમલાપુરમ (Amalapuram town of Andhra Pradesh) શહેરમાં સ્થિતિ સામાન્યતા બની ગઈ છે. બી આર આંબેડકરના નામ પર નવા કોનસીમા જિલ્લાનું નામ બદલવાના પગલે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકોએ કેટલીય વસ્તુઓને આગચંપી કરી નાંખી હતી. આંધ્ર પ્રદેશના DGP કે વી રાજેન્દ્રનાથ રેડ્ડીએ કહ્યું કે, અમે સાત કેસ નોંધ્યા છે અને 40થી વધુ શખ્સોને કસ્ટડીમાં લીધા છે. બે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસની દેખરેખ (Security with the deployment of additional forces) હેઠળ 2,000થી વધુ જવાનોને તૈનાત કર્યા છે. હવે જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય છે. મંગળવારે હિંસા કેવી રીતે થઈ એ અંગે પોલીસ તપાસ (Police Investigation in Violence Case) કરી રહી છે.

આ પણ વાંચો: વિધાનસભામાં શાસક-વિપક્ષ બાખડ્યા, અખિલેશે કહ્યું,આ બનાવવા તમે તમારા પિતા પાસેથી પૈસા લાવો છો?

CCTV ફૂટેજ ચેક થશે: DGP એવું પણ ઉમેર્યું કે, અમે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓનું નિરિક્ષણ કરી રહ્યા છીએ. આ કેસમાં જે કોઈ પણ જવાબદાર હશે એને કસ્ટડીમાં લઈને કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાજ્યના પ્રધાન પી વિશ્વરૂપુ અને શાસક YSR કોંગ્રેસના ધારાસભ્ય પી સતીશના ઘરને આગ લગાડવાના વિરોધમાં મંગળવારે સાંજે અમલાપુરમમાં નવા રચાયેલા જિલ્લાનું નામ બદલવાની હિલચાલને કારણે આગચંપી થઈ હતી. શહેરમાં કેટલીક બસોને પણ સળગાવી દેવામાં આવી હતી જ્યારે ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં વરિષ્ઠ અધિકારીઓ સહિત 20થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: કોંગ્રેસમાંથી આપ્યું આ દિગ્ગજ નેતાએ રાજીનામું, હવે જોડાશે આ પાર્ટીમાં

કાર પર પથ્થરમારો: ટોળાને કાબૂમાં લેવા અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે નગરમાં કલમ 144 Cr PC હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા હતા. આજે વિરોધીઓએ અમલાપુરમ, રવુલાપાલેમ, અંબાજીપેટા, કંદ્રિગા અને અન્ય સ્થળોએ ધરણાં કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. વિરોધ કરનારાઓએ પૂર્વ ગોદાવરી જિલ્લા એસપીના વાહન પર પથ્થરમારો કર્યો હતો. જિલ્લાના રવુલાપાલેમ રિંગ રોડ પર પ્રદર્શનકારીઓએ એસપી ઐશ્વર્યા રસ્તોગીની કાર પર પથ્થરમારો કર્યો હતો. પોલીસને જાણ કરી કરતા વિરોધીઓ ભાગી ગયા હતા. કોનસીમા સાધના સમિતિએ ચલો રવુલાપાલેમનું આહ્વાન કર્યું હતું. અમલાપુરમની ઘટનાને પગલે પોલીસ હાઈ એલર્ટ પર હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.