ETV Bharat / bharat

કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવી વેક્સિન - અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનથી આજે ભારત પહોંચેલા લોકોને દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલિયો, ઓપીવી અને એફઆઈપીવીની રસીઓ મફત આપવામાં આવી રહી છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી હતી.

કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવે છે રસી

author img

By

Published : Aug 22, 2021, 1:33 PM IST

  • ભારતીય વાયુસેનાનું લશ્કરી પરિવહન વિમાન આજે 168 નાગરિકોને લઈને કાબુલથી ભારતમાં આવ્યું
  • લોકોને પોલિયો, ઓપીવી અને એફઆઈપીવીની મફત રસી આપવામાં આવે છે
  • બે નેપાળી નાગરિકો ઉપરાંત 168 લોકોમાં એક શિશુનો પણ સમાવેશ થાય છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા બાદ કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાનું લશ્કરી પરિવહન વિમાન આજે 168 નાગરિકોને લઈને કાબુલથી ભારતમાં આવ્યું. આ દરમિયાન અફઘાનિસ્તાનથી પરત આવતા લોકોને દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલિયો, ઓપીવી અને એફઆઈપીવીની મફત રસી આપવામાં આવી રહી છે.

મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા

આ પણ વાંચો- કાબુલ એરપોર્ટની દિવાલ પાર કરનાર અને વાયરલ થયેલી તસ્વીરના બાળકનું પાછળથી શું થયું...

ત્રણસોથી વધુ લોકો અફઘાનિસ્તાનથી તેમના વતન પરત ફર્યા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનથી પરત આવતા ભારતીયોને એરપોર્ટ પર મફત રસી આપવામાં આવી રહી છે. જો કે, ભારતના ત્રણસોથી વધુ લોકો અફઘાનિસ્તાનથી તેમના વતન પરત ફર્યા છે અને બાકીના લોકોને પણ લાવવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો- કાબુલથી 168 ભારતીયોને લઇને વાયુસેનાનો વિમાન હિડન એરબેઝ પર પહોંચ્યો

168 પ્રવાસીઓને લઈને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું

ઉલ્લેખનિય છે કે, આજે ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કાબુલથી 107 ભારતીય નાગરિકો સહિત 168 પ્રવાસીઓને લઈને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. બે નેપાળી નાગરિકો ઉપરાંત 168 લોકોમાં એક શિશુનો પણ સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.