ETV Bharat / bharat

Aaditya L1 Lunch: શ્રી હરિકોટાથી સોલાર મિશન આદિત્ય L1નું સફળ લોન્ચિંગ - શ્રી હરિકોટા

શનિવારે ભારતનું પહેલું સોલાર મિશન આદિત્ય L1 શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું, આદિત્ય L1 125 દિવસ બાદ નિર્ધારિત સ્થળે પહોંચશે. આદિત્ય એલ1 સૂર્ય વિષયક વિવિધ માહિતી પૃથ્વીને મોકલશે. તેમજ રોજના 1440 ફોટોઝ ઈસરોને મોકલશે. વાંચો આદિત્ય એલ1ના સફળ લોન્ચિંગ વિશે વધુ જાણકારી

આદિત્ય L1નું લોન્ચિંગ સફળ રહ્યું
આદિત્ય L1નું લોન્ચિંગ સફળ રહ્યું
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 12:21 PM IST

Updated : Sep 2, 2023, 2:49 PM IST

તિરૂપતિઃ ભારતના પહેલા સોલાર મિશન આદિત્ય એલ1નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા પ્રક્ષેપણ સ્થાનથી આજે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવ્યું. ઈસરો પ્રમુખ એસ.સોમનાથે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ મિશન છે. આદિત્ય એલ1ને નિર્ધારિત સ્થળે પહોંચવામાં 125 દિવસ લાગશે. આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા એસ. સોમનાથે તિરૂપતિ જિલ્લાના ચંગલમ્મા મંદિરમાં પૂજા પણ કરી હતી.

સૂર્યનો બહુઆયામી અભ્યાસ શક્ય બનશેઃ આદિત્ય એલ1 સૂર્યના અભ્યાસ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ યાન સૂર્યનો બહુ આયામી અભ્યાસ કરશે. ભારતે હજુ સુધી આવું સોલાર મિશન કર્યુ નથી. આદિત્ય એલ1 બાદ ભારત અને ઈસરોનું નવું મિશન ગગનયાન છે. જે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં લોન્ચ થશે.

કુલ 7 પેલોડનો સમાવેશઃ આદિત્ય એલ 1 ભારતની પ્રથમ અવકાશી સૌર પ્રયોગશાળા છે.જેને પીએસએલવી-57 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહ સૂર્યના અભ્યાસ માટે સાત અલગ અલગ પેલોડ લઈને જઈ રહ્યું છે. જેમાંથી ચાર પેલોડ સૂર્ય પ્રકાશનો અભ્યાસ કરશે અને ત્રણ પેલોડ પ્લાઝમા અને ચૂંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે. આદિત્ય એલ1ની સૌથી મોટી ટેકનિકલ ચેલેન્જ વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC) છે. વીઈએલસીને ઈસરોએ CREST સંસ્થામાં પરિક્ષણ કર્યુ હતું.

આદિત્ય રોજ 1440 ફોટોઝ મોકલશેઃ આદિત્ય એલ1ને લેગ્રેજિયન પોઈન્ટ પર પ્રસ્થાપિત કરવામાં આવશે. જે સૂર્યની દિશામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. આ સ્થળે પહોંચતા આદિત્ય એલ1ને ચાર મહિના લાગશે. ઈસરો કહે છે કે સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. તેથી તેનો અન્ય તારા અને ગ્રહોના સંદર્ભે વિસ્તારથી અભ્યાસ થઈ શકે છે. સૂર્યનો અભ્યાસ કરવાથી આકાશગંગાના અન્ય તારા વિશે પણ ઘણી બધી માહિતી મેળવી શકાશે. આદિત્ય એલ1 નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ પૃથ્વી પર રોજ 1440 ફોટોઝ મોકલશે. આદિત્ય એલ1ના પ્રક્ષેપણની સફળતા માટે દૂન યોગ પીઠના કેન્દ્રો પર સૂર્ય નમસ્કાર અને પૂજા અર્ચના કરાઈ. અહીં આધ્યાત્મિક ગુરૂ આચાર્ય બિપિન જોશીની પણ પ્રેરક ઉપસ્થિતિ હતી. (એએનઆઈ)

  1. ISRO SUN MISSION: ચંદ્ર બાદ હવે સૂર્યને જીતવાની તૈયારી, સપ્ટેમ્બરમાં મિશન સૂર્યની તૈયારી
  2. Aditya L1 Launch Live : આદિત્ય L-1નું સફળ લોન્ચિંગ, 4 મહિનામાં 15 લાખ કિલોમીટર કાપશે

Last Updated : Sep 2, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.