- આજે દેશવાસીઓ સાથે સંવાદ કરશે વડાપ્રધાન મોદી
- આ કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે
- વડાપ્રધાન મોદી પોતાના વિચાર શેર કરવાની સાથે આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી વાતોનો પણ ઉલ્લેખ કરશે
નવી દિલ્હી: રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann ki baat)માં વડાપ્રધાન મોદી (PM narendra modi) આજે દેશવાસીઓ સાથે સંવાદ કરશે. ભાજપ (BJP)ના અધિકારીક ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાયેલી સૂચના મુજબ, વડાપ્રધાન મોદી પોતાના વિચાર શેર કરવાની સાથે સાથે આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી વાતોનો પણ ઉલ્લેખ કરશે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગ્યાથી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ શ્રી વિજેતા ડૉ.શશાંક જોશી સાથે કરી વાત
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi)એ 25 એપ્રિલના રોજ દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના કોવિડ 19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.શશાંક જોશી (Dr. Shashank Joshi) સાથે વાત કરી હતી. ડૉ.જોશીને 2014માં પદ્મ શ્રી થી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મ્યૂટેશન થતા રહેશે, આપણે સાવચેત રહેવાની જરૂર છે - ડૉ. શશાંક જોશી
કોરોના વાઈરસના મ્યૂટેશનથી ડરવાની જરૂર નથી: ડૉ. જોશી
વડાપ્રધાન મોદીએ સંવાદ દરમિયાન ડૉ. જોશી સાથે કોરોના વાઈરસના મ્યૂટેશન પર વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, 'તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. તેમાં પરીવર્તન થતું રહે છે, જેવી રીતે આપણે આપણા કપડા બદલીએ છીએ તેવી જ રીતે વાઈરસ પોતાના રંગ બદલે છે. ડરવાની કોઈ જરૂર નથી અને આપણે આ લહેરને પણ પાર કરી લઈશું' તેઓએ જણાવ્યું કે, કોરોના પાસે 14થી 21 દિવસનો સમય હોય છે જેમાં ડૉકટરની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો: મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું-રસી વિશે કોઇ અફવાઓ ન ફેલાવો, ધૈર્ય રાખો
રેમડેસીવીર ત્યારે જ કામ કરે છે, જ્યારે તેને કોવિડ બન્યા બાદ 9થી 10 દિવસમાં લેવામાં આવે
ડૉ. જોશીએ જણાવ્યું હતું કે, કોવિડ પાસે 14 થી 21 દિવસનું ટાઇમ ટેબલ છે, જેમાં ડૉક્ટરની સલાહનો લાભ લેવો જોઈએ. રેમડેસીવીરના ઉપયોગ વિશે વાત કરતા તેમને જણાવ્યું કે, રેમડેસીવીર નામની નવી પ્રાયોગિક દવા છે, પરંતુ આ દવા વિશેની એક વાત એ છે કે, હોસ્પિટલમાં રહેવામાં 2-3 દિવસનો સમય લાગે છે અને તે ક્લિનિકલી સ્વસ્થ થવામાં મદદ કરે છે. રેમડેસીવીર ત્યારે જ કામ કરે છે, જ્યારે તેને કોવિડ બન્યા બાદ 9થી 10 દિવસમાં લેવામાં આવે અને તે ફક્ત પાંચ દિવસ માટે લેવાય.