ETV Bharat / bharat

Opposition in Parliament: લોકસભામાં વિપક્ષનો વિરોધ, સ્પીકર પર કાગળ અને કાળી પટ્ટી ફેંકી - undefined

વિરોધ પક્ષોના નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા પર કાગળો અને કાળી પટ્ટીઓ ફેંકવાનું શરૂ કર્યું. આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ ગૃહને ગૌરવ સાથે ચલાવવા માંગે છે અને ત્યાર બાદ તેમણે ગૃહની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

ADANI GROUP ISSUE AND RAHUL GANDHI DIS QUALIFICATION BLACK DRESS PROTEST OF OPPOSITION IN PARLIAMENT

author img

By

Published : Mar 27, 2023, 1:25 PM IST

સ્પીકર પર કાગળ અને કાળી પટ્ટી ફેંકી

દિલ્હી: વિપક્ષી દળોના હોબાળાને કારણે સોમવારે ગૃહ શરૂ થયાની થોડી જ મિનિટોમાં લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા. આ સાથે જ અન્ય વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ પણ કાળી પટ્ટી બાંધીને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.

કાગળો અને કાળી પટ્ટીઓ ફેંકવાનું શરૂ કર્યું: વિપક્ષના સાંસદો પણ અદાણી મુદ્દે જેપીસીની રચનાની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષોના નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા પર કાગળો અને કાળી પટ્ટીઓ ફેંકવાનું શરૂ કર્યું. આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ ગૃહને ગૌરવ સાથે ચલાવવા માંગે છે અને ત્યાર બાદ તેમણે ગૃહની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. તે જ સમયે, ઉપલા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

Budget session 2023: રાહુલ અને અદાણીના મુદ્દે બંને ગૃહોમાં હોબાળો

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ: તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવ્યા બાદ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ફોજદારી કેસમાં દોષિત જાહેર થયા બાદ સાંસદ કે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓને પડકારવામાં આવી છે. આ અરજીમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(3)ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે. આ અરજી એડવોકેટ મુરલીધરન દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે કલમ 8(3) હેઠળ સ્વચાલિત અયોગ્યતાની કોઈ જોગવાઈ નથી.

આ પણ વાંચો: બાહુબલી અતીક અહેમદ પહેલીવાર ડરમાં દેખાયો, વારંવાર વ્યક્ત કરી હત્યાની શક્યતા

દેશવ્યાપી સંકલ્પ સત્યાગ્રહ: ગત રોજ કોંગ્રેસે રાહુલ ગાંધીના સભ્યપદને લઈને દેશવ્યાપી સંકલ્પ સત્યાગ્રહ કર્યો હતો. આ સત્યાગ્રહમાં ખડકે અને પ્રિયંકા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો. વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં ગુજરાતની અદાલતે દોષિત ઠેરવ્યા હતા. જે બાદ બે વર્ષની સજાની જાહેરાત કરી હતી. જો કે આ બાદ રાહુલ ગાંધીને તુરંત જામિન પણ મળી ગયા હતા.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.