- મુંબઈ ક્રુઝ પાર્ટી ડ્રગ્સ મામલામાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડનો મામલો
- 3 ઓક્ટોબર પછી પહેલી વખત શાહરુખ ખાન પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા
- NCBએ 2 ઓક્ટોબરે ક્રુઝ પર દરોડા પા્યા હતા, જેમાં 13 ગ્રામ કોકિન, 21 ગ્રામ ચરસ અને MDMAની 22 ગોળી મળી હતી
મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ મામલે જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને મળવા અભિનેતા શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા છે. આર્યન ખાનની ધરપકડ 3 ઓક્ટોબરે થઈ હતી.
-
#WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM
— ANI (@ANI) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM
— ANI (@ANI) October 21, 2021#WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM
— ANI (@ANI) October 21, 2021
આર્યનની ધરપકડથી અત્યાર સુધી શું થયું?
2 ઓક્ટોબરઃ NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર દરોડા પાડ્યા, જેમાં 13 ગ્રામ કોકિન, 21 ગ્રામ ચરસ અને MDMAની 22 ગોળી મળી હતી. આ મામલામાં આર્યન ખાન સહિત અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
3 ઓક્ટોબરઃ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન, તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ, મોડલ મુનમુન ધમેચાની ધરપકડ કરવામાં આવી અને ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ત્રણેયને NCBની રિમાન્ડમાં મોકલ્યા હતા.
4 ઓક્ટોબરઃ આર્યન ખાન અને અન્ય લોકોને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. NCBએ આર્યન ખાનના ફોનથી મળેલી ડિટેલના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીથી આર્યન ખાનના સંબંધ બતાવ્યા હતા. કોર્ટે આર્યન ખાનની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી.
7 ઓક્ટોબરઃ આ દિવસે NCBએ ફરીથી આર્યન ખાનને રિમાન્ડ પર મોકલવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આર્યન તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
8 ઓક્ટોબરઃ કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી રદ કરી હતી.
9 ઓક્ટોબરઃ આર્યન ખાન તરફથી બીજી વખત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, તેને ખોટી રીતે દોષી ગણાવવામાં આવી રહ્યો છે. તેની પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યું, જે વાતને NCBએ પણ પોતાના રિપોર્ટમાં માની છે.
11 ઓક્ટોબરઃ આર્યન ખાનના વકીલે જામીન અરજી પર ઝડપથી સુનાવણીની માગ કરી હતી. કોર્ટે આ મામલામાં 13 ઓક્ટોબર સુધી જવાબ આપવાનું કહ્યું હતું.
13 ઓક્ટોબરઃ સ્પેશિયલ NDPS કોર્ટે જામીન અરજી પર સુનાવણી એક દિવસ માટે ટાળી દીધી હતી.
14 ઓક્ટોબરઃ મુંબઈની સેશન્સ કોર્ટમાં લાંબી સુનાવણી પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. હવે આ મામલામાં કોર્ટ આજે અંતિમ નિર્ણય સંભળાવશે.
આપને જણાવી દઈએ કે, આ સમયે આર્યન અને મર્ચન્ટને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ધામેચાના ભાયકલા મહિલા જેલમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Drug Case: આર્યન ખાન કેસમાં NCBને બિહાર બાદ હવે નેપાળ સુધીના તાર મળ્યા
આ પણ વાંચોઃ Drugs Case:આર્યન ખાનની ધરપકડ પર શિવસેનાના નેતાનું મોટું નિવેદન, કહ્યું - બદલો લેવાની ભાવના સાથે કાર્યવાહી