ETV Bharat / bharat

અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા

author img

By

Published : Mar 7, 2021, 1:58 PM IST

અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભૂતપૂર્વ TMC નેતા મિથુનનો ભાજપમાં પ્રવેશ થતાં ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસપણે મદદ મળશે.

મિથુન
મિથુન
  • અભિનેતાએ બ્રિગેડ મેદાનમાં ભાજપનો ધ્વજ લહેરાવ્યો
  • આ પહેલા TMCના સદસ્ય રહી ચૂક્યા છે મિથુન
  • મિથુન બંગાળમાં ભાજપનું સ્થાન મજબૂત બનાવશે

કલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી ત્યારે રાજકારણમાં હલચલ વધી ગઈ છે. અભિનેતા અને તૃણમૂલના ભૂતપૂર્વ સાંસદ મિથુન ચક્રવર્તી કલકત્તાના બ્રિગેડ મેદાનમાં ભાજપ સાથે જોડાઈ ચૂક્યાં છે.

અગાઉ TMCમાં જોડાયા હતાં મિથુન

જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2014માં તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સાંસદ પદ માટે નિમાયા હતા. જો કે, તેમણે ડિસેમ્બર, 2016માં રાજ્યસભાના સાંસદપદેથી રાજીનામું આપ્યું હતું. 1950માં જન્મેલા મિથુન ચક્રવર્તી, નક્સલવાદી ચળવળની વચ્ચે મોટા થયા હતા. પાછળથી તેઓ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન જ્યોતિ બાસુના નેતૃત્વમાં ડાબેરી વિચારધારામાં જોડાયા. આ પછી તે 2014માં મમતાની TMCમાં જોડાયા હતા.

સારધા ચિટ-ફંડ કૌભાંડને કારણે સાંસદ પદ પરથી આપ્યું હતુ રાજીનામું

મિથુન ચક્રવર્તી સાથે પશ્ચિમ બંગાળના ઘણા ટોચના ડાબેરી નેતાઓ, જેમ કે, જ્યોતિ બાસુ અને શુભાષ ચક્રવર્તી સાથે ઊંડા સંબંધો હતા. 2009માં શુભાષ ચક્રવર્તી અને પછીના વર્ષે જ્યોતિ બાસુના મૃત્યુ પછી મિથુન ડાબેરી પક્ષથી અલગ થઈ ગયા. દરમિયાન મમતા બેનર્જીએ બંગાળની રાજકીય તસવીર બદલવાની પહેલ કરી હતી અને 2014માં મિથુન TMCની ટિકિટ પર રાજ્યસભા પહોંચ્યા હતા. સારધા ચિટ-ફંડ કૌભાંડની તપાસમાં ચક્રવર્તીનું નામ આવ્યા બાદ તેમણે રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે, તેમણે ખરાબ તબિયતનું કારણ આપીને રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: બંગાળમાં રાજકીય પાર્ટીઓ સરકાર રચવા ફિલ્મી કલાકારોના સહારે

27 માર્ચે યોજાશે મતદાન

તેમાં કોઈ શંકા નથી કે ચક્રવર્તી ભાજપમાં જોડાયા પછી બંગાળમાં ભાજપનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. એક અભિનેતા તરીકે તેમની લોકપ્રિયતા અપાર છે અને બંગાળના રાજકારણ સાથે સંકળાયેલા હોવાનો લાભ તેમને ચોક્કસપણે મળશે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં તમામ તાકાત આપી છે. રાજ્યની 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન યોજાશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.