- હિમાચલ પ્રદેશ પ્રશાસન તરફથી હુકમ
- ભારે પ્રવાહ ધરાવતી નદીઓ તરફ ન જવા આદેશ
- પકડાયાં તો 5,000 સુધીનો દંડ થશે
- પ્રવાસીઓ ફોટો અને સેલ્ફી લેવા કરી રહ્યાં છે ધસારો
કુલ્લુ: જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ ગર્ગે શુક્રવારે એક આદેશ જારી કરતાં લોકોને Kullu જિલ્લાના કોઈપણ ભાગમાં ભારે પ્રવાહથી વહેતી નદીઓ, નાળાઓ અને કોતરો તરફ ન જવાની સલાહ આપી છે. જોકે આજીવિકાને લગતી સાહસિક પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવી છે, પરંતુ પરવાનગી વિના આવી પ્રવૃત્તિઓ કરવા અને હિમાચલ પોલીસ અધિનિયમની કલમ -115 હેઠળ નદીનાળાંઓના ભારે પ્રવાહની નજીક જવા માટે આઠ દિવસ સુધીની સજા અને 1000થી લઈ 5000 રુપિયાનો દંડ અથવા બંને ફટકારવામાં આવશે.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે હિમાચલ
પોલીસ અધિક્ષક પાસેથી જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રાપ્ત અહેવાલ મુજબ ( Kullu ) જિલ્લામાં રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં બજૌરાથી સોલંગ નાલા, ભૂંટારથી મણિકરણ અને બંજારની તીર્થન નદીના કેટલાક ભાગો નજીક ફોટા અને સેલ્ફી લેવા માટે ઉતરી રહ્યાં છે. કેટલીક હોટલ અને રેસ્ટરન્ટ માલિકોએ પણ નદીઓના કાંઠે આઉટડોર બેસવાની જગ્યાઓ અને ખુલ્લા કાફે ઉભા કર્યા છે જે પાણીના સ્તરમાં અચાનક વધારો થવાના સંજોગોમાં જીવનું જોખમ બની શકે છે.
વરસાદની મોસમાં નદીનાળાં ભારે પ્રવાહથી બને છે જોખમી
આ બાબતે ( Kullu ) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતોવખત સલાહ આપવામાં આવતી હોવા છતાં લોકો નદીનો પ્રવાહ ધરાવતાં સ્થળો તરફ બિનજરૂરી રીતે આકર્ષિત થઈ રહ્યાં છે અને પોતાનું જીવન જોખમમાં મુકી રહ્યાં છે. નોંધનીય છે કે ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ભારે પ્રવાહની નદીઓમાં ડૂબીને લોકોએ જીવ ગુમાવ્યો છે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વરસાદની મોસમ આવી રહી છે અને આ દિવસોમાં નદીઓ અને નદીઓના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં નદી નજીક જતાં લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ બાબતોને ગંભીરતાથી લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ: છિંદવાડાથી જુનારદેવની ખાડીમાં સેલ્ફી લેવા જતી 2 બહેનો નદીમાં ફસાઇ