- ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલાના આરોપીને દિલ્હીની કોર્ટમાં કરાયા હાજર
- KRBL કંપનીના ડિરેક્ટર અનુપ ગુપ્તાને કોર્ટમાં કરાયા હાજર
- અનુપ ગુપ્તાની કસ્ટડી શનિવારે થઈ રહી છે પૂર્ણ
આ પણ વાંચોઃ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ
નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલાના આરોપી KRBL કંપનીના ડિરેક્ટર અનુપ ગુપ્તાને શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરાયા હતા. અનુપ ગુપ્તાની કસ્ટડી શનિવારે પૂર્ણ થઈ રહી છે.
આ પણ વાંચોઃ મનરેગા કૌભાંડ: મૃત્યુ પામેલા વ્યક્તિને 4 વર્ષથી વેતન ચૂકવાતું હતું
3600 કરોડ રૂપિયાનું કૌભાંડ
3600 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં ઈડીએ બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની જાન્યુઆરી 2019માં ધરપકડ કરી હતી. મિશેલને દુબઈથી પ્રત્યાર્પણ કરી ડિસેમ્બર 2018માં ભારત લાવવામાં આવ્યો હતો. કોર્ટે 23 ઓક્ટોબર 2020એ CBI તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટને ધ્યાનમાં લીધી હતી. 19 સપ્ટેમ્બર 2020એ CBIએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
13 લોકોને બનાવાયા હતા આરોપી
ચાર્જશીટમાં ક્રિશ્ચિયન મિશેલ, રાજીવ સક્સેના, ઓગસ્ટા વેસ્ટલેન્ડ ઈન્ટરનેશનલના ડિરેક્ટર જી. સાપોનારો અને વાયુ સેનાના પૂર્વ પ્રમુખ SP ત્યાગીના સંબંધી સંદીપ ત્યાગી સહિત 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં પૂર્વ CAG અને પૂર્વ રક્ષા સચિવ શશિકાન્ત શર્માને આરોપી બનાવવામાં આવ્યા છે. કારણ કે, તેમની સામે કાર્યવાહી ચલાવવા માટે તમામ CBIની કોઈ પરવાનગી મળી નથી.