- સીરમ ઈન્સ્ટિટ્યૂટ જવાબદારીમાંથી મુક્ત થવા માગે છેઃ સૂત્રો
- અન્ય કંપનીઓને વળતરના દાવાથી છૂટ મળી રહી છે તો અમને કેમ નહીંઃ SII
- રાજ્યો તરફથી વેક્સિનની અછતની ફરિયાદ વચ્ચે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી
નવી દિલ્હીઃ કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનારી કંપની સીરમ ઈન્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાની વેક્સિન સાથે જોડાયેલી પ્રતિકૂળ ઘટનાઓ મામલે કોઈ પણ વળતરના દાવાથી કાયદાકીય સુરક્ષા માગી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ માટે કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી માગ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારત સરકાર ફાઈઝર અને મોડર્ના જેવી વિદેશી કંપનીઓને આ પ્રકારની રક્ષા આપી શકે છે. કોરોના વેક્સિનને ભારતમાં લાવવા પહેલા આ કંપનીઓ કાયદાકીય સુરક્ષાની માગ કરી રહી છે.
આ પણ વાંચો- અમારી વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે પણ યોગ્ય છેઃ ફાઈઝર
કોવિશિલ્ડ વેક્સિનના 10 કરોડ ડોઝના ઉત્પાદન અંગે સરકારને સૂચિત કરાયા હતા
સૂત્રોના મતે, જો વિદેશી કંપનીઓને કોઈ વળતરના દાવાથી છૂટ મળી રહી છે તો પછી ફક્ત સીરમ ઈન્સ્ટિટ્યૂટ જ કેમ, પરંતુ વેક્સિન બનાવનારી તમામ કંપનીઓને આનાથી છૂટ મળવી જોઈએ. આપને જણાવી દઈએ કે, સીરમ ઈન્સ્ટિટ્યૂટે જૂનમાં કોવિશિલ્ડ વેક્સિનના 9થી 10 કરોડ ડોઝનું ઉત્પાદન અને પૂરવઠા અંગે સરકારને સૂચિત કર્યા છે. રાજ્યો તરફથી કોરોના વેક્સિનની અછતની ફરિયાદ વચ્ચે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચો- Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ
SIIએ તાજેતરમાં જ ગૃહપ્રધાનને પત્ર લખ્યો હતો
તાજેતરમાં જ ગૃહપ્રધાન અમિત શાહને મોકલવામાં આવેલા એક પત્રમાં SIIએ કહ્યું હતું કે, મહામારીના કારણે અનેક પડકારો વચ્ચે તેમના કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે. SIIમાં સરકારી અને નિયામક મામલાના નિદેશક પ્રકાશકુમાર સિહે પત્રમાં ક્હ્યું હતું કે, અમે એ જણાવતા ખુશી અનુભવીએ છીએ કે, અમે જૂન મહિનામાં કોવિશિલ્ડ વેક્સિનના 9થી 10 કરોડ ડોઝનું ઉત્પાદન અને પૂરવઠો કરવામાં સક્ષમ હોઈશું, જેથી મે મહિનામાં અમારી ઉત્પાદન ક્ષમતા 6.5 કરોડ ડોઝની તુલનામાં વધુ છે.