- નાગપુર-અમરાવતી હાઇવે પર અકસ્માત
- પોલીસને જાણ થતાં તત્કાલિક તપાસ હાથ ધરી
- કાર ચાલકની ધરપકડ કરવામાં આવી
નાગપુર: સમ્રગ ભારત છેલ્લા એક મહિના એક્સિડન્ટ મોતના આંકડા જોવા જઈ તો ખુબ આધાતજનક છે ત્યારે નાગપુર-અમરાવતી હાઇવે પર એક બસ સ્ટોપ સાથે ધડાકાભેર કાર અથડાતાં ચાર વ્યક્તિઓના મોત થયા છે, જેમાં એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કોંધલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે 2.40 વાગ્યે બની હતી. મુંબઈના રહેવાસી ડૉ.આશુતોષ ચંદ્રપ્રકાશ ત્રિપાઠી તરીકે ઓળખાતા એક વ્યક્તિએ પોતાની કાર હાઇ સ્પીડમાં ચલાવતા સમયે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોડ ડિવાઇડર ક્રોસ કરીને બસ સ્ટોપ પાસે ઉભેલા લોકોને ટક્કર મારી દીધી હતી.
સતનાવરી ગામના રહેવાસી
ચૈતાલી વિનોદ સોનબર્સે (ઉં.15), બંડુ નાગોરાવ સાલવણકર (ઉં.55), શૌર્ય સુબોધ ડોંગરે (ઉં.8) અને શેરાલી સુબોધ ડોંગરે (ઉં.6) તરીકે ઓળખાતા ચાર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. બધા સતનાવરી ગામના રહેવાસી છે. જ્યારે લલિતા બાબુરાવ સોનબર્સે (ઉં.55) સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, લલિતા બેનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
કાર વાહન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ધરપકડ
અધિકારીએ જણાવ્યું હતું કે, ડો. પંજાબરાવ દેશમુખ મેડિકલ કોલેજ, અમરાવતીના તાલીમાર્થી ડોક્ટર ત્રિપાઠી બે મહિલા તાલીમાર્થી ડોક્ટરો સાથે કારમાં હિંગણા જઈ રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રિપાઠીની ભારતીય દંડ સંહિતા અને કાર વાહન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
એક્સિડન્ટ અકસ્માતનો આંકડાઓ દિવસે ને દિવસે વધતાં જાય જ્યારે ક્યાક વાહન ચલાવનારની બેદરકારીના સામે આવે છે, તો ક્યાક પૂટપાથ પર નજર અંદાર કરીને ચાલતા લોકોની બેદરકારીના સામે જોવા મળી હોય છે. જેના કારણે લોકોનું જીવન ટુંક થતું જાય છે ને કાળને ભેટી પડે છે. તો હવે જોવું રહ્યું બેદરકારી લોકોમાં જાગૃતા ક્યારેક જોવા મળશે.
આ પણ વાંચોઃ વનાસણ નજીક ટેન્કર પલ્ટી મારતા રોડ ઉપર તેલની રેલમછેલ
આ પણ વાંચોઃ ગોંડલ-કોટડાસાંગાણી રોડ બન્યો ગોઝારો, 15 દિવસમાં ત્રણ એક્સિડન્ટ