જામનગર: શહેરની દક્ષિણ 79 વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડતા વિશાલ ત્યાગીની ATS દ્વારા રાજસ્થાનમાંથી અટકાયત (Vishal Tyagi detained from Rajasthan by ATS ) કરવામાં આવી છે. રાજસ્થાનમાં પુત્રીની માનતા પુરી કરવા માટે ઉમેદવાર વિશાલ ત્યાગી ગયા હતા, તે દરમિયાન ગુજરાત ATS પોલીસે અટકાયત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડ્રગ્સ કેસમાં વિશાલ ત્યાગીની અટકાયત કરવામાં આવી છે.
દક્ષિણ બેઠક પર ઉમેદવારી નોંધાવીઃ વિશાલ ત્યાગી (Jamnagar AAP candidate Vishal Tyagi ) યુવા ચહેરો છે અને જામનગર દક્ષિણ બેઠક પર ઉમેદવારી નોંધાવી ચૂંટણી પણ લડ્યા છે, ત્યારે એકાએક ગુજરાત પોલીસ રાજસ્થાન પહોંચી અને વિશાલ ત્યાગીની અટકાયત કરવામાં આવી છે. જેને લઈ અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતમાં આવતીકાલે બીજા તબકકામાં મતદાન (Gujarat Election Second Phase) યોજાનાર છે, ત્યારે આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં સારો દેખાવ કરે તેવી શકયતા વચ્ચે આ ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.
જામનગર (દક્ષિણ) બેઠકમાં આપના ઉમેદવાર : આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડી રહી છે. જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકમાં જિ.પ.ના પૂર્વ સભ્ય હેમતખવાને ટિકીટ અપાઇ હતી. તો આમ આદમી પાર્ટી દ્વારા જામનગર દક્ષિણ વિધાનસભ બેઠક ઉપર વિશાલ ત્યાગીને મેદાને ઉતાર્યા હતા. કાલાવડમાં ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર ઉત્તરમાં શહેર પ્રમુખ કરશનભાઇ કરમુર, જામનગર ગ્રામ્યમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ દોંગા અગાઉ ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલનો પાલવ પકડયો છે.