જાંજગીર ચંપા: લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા કદાવર નેતાઓ એક્શન મોડમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ કે પછી ભાજપ હોય. દરેક પાર્ટીના નેતાઓ લોકસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગયા છે. એક બાજૂ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો બીજી બાજૂ 5 રાજયોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેના કારણે દરેક કદાવર નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પોતે પોતાના ઉમેદવારના પ્રચાર માટે જાંજગીર ચંપાની અકલતારા સીટ પર પહોંચ્યા હતા. AAPના બંને મુખ્યમંત્રીઓએ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કેન્દ્ર સરકારને બિનઅસરકારક ગણાવી હતી.
સરકાર બનાવીશું: રોડ શોને સંબોધિત કરતી વખતે કેજરીવાલે એમ પણ કહ્યું કે એક દિવસ ચોક્કસપણે આવશે. જ્યારે અમે અહીં પણ અમારી પોતાની સરકાર બનાવીશું. અમારા વિકાસ મોડલને લાગુ કરીશું. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા હેઠળ તારીખ 7 નવેમ્બરે રાજ્યની 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો પર તારીખ 17 નવેમ્બરે મતદાન છે. મતદાન પહેલા તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીનો હોબાળો મચાવ્યો છે. કેજરીવાલ પોતાની ગેરંટીઓના આધારે લોકોને મત માટે આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવા એન્જિનની જરૂર: અકલતારાની ચૂંટણી સભાને પંજાબના સીએમ ભગવંત માન દ્વારા સંબોધવામાં આવી હતી. ભગવંત માને કહ્યું કે "છત્તીસગઢને ડબલ એન્જિનની સરકારની જરૂર નથી, પરંતુ છત્તીસગઢ સરકારને નવા એન્જિનની જરૂર છે. જો કેજરીવાલનું સીએનજી મોડલ છત્તીસગઢમાં આવશે તો છત્તીસગઢનો ચહેરો બદલાઈ જશે."