- ઉત્તરાખંડમાં મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પી લીધું
- સુશીલા તિવારી નામની યુવતી યુવકને હોસ્પિટલ લઈ ગઈ હતી
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું
આ પણ વાંચોઃ વંથલીના યુવકે વીડિયો બનાવી કરી આત્મહત્યા
હલ્દવાનીઃ ઉત્તરાખંડમાં ગોલાપર ક્ષેત્રમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનું કારણ જાણશો તો તમને પણ નવાઈ લાગશે. કારણ કે, માત્ર મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ અંગેની જાણ થતા સુશીલા નામની યુવતી યુવકને હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ સાબરકાંઠા: પિતાએ ઠપકો આપતા 14 વર્ષીય સગીરે જંગલમાં જઈને આત્મહત્યા કરી
મોબાઈલ ખોવાતા યુવક આઘાતમાં હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, બદાયુ અને અત્યારે ખેડા ગોલાપારનો નિવાસી સોમબીર (30) પુત્ર ફૂલસિંહના પરિવારજનો ગોલાપારમાં ખેતી કરી રહ્યા હતા. કેટલાક દિવસ પહેલા સોમબીરનો સ્માર્ટ ફોન ખોવાઈ ગયો હતો. આ ઘટનાથી તેને આઘાત લાગ્યો હતો. પરિવારજનોના જણાવ્યાનુસાર, તેણે આઘાતમાં આવીને ઝેર પીને આત્મહત્યા કરી છે.