ધર્મપુરી: તમિલનાડુના ધર્મપુરીમાં અરૂરના રવિનો પુત્ર વેટ્રીવેલ કિન્ડરગાર્ડન સ્કૂલ ચલાવે છે. ધર્મપુરી અને સાલેમ જિલ્લામાં, દુકાન માલિકો ગ્રાહકો પાસેથી દસ રૂપિયાના સિક્કા લેતા નથી. આવી એક અફવા (10 Rupee Coin Rumor rumours) પ્રાંતમાં ફેલાઈ ગઈ હતી. વેટ્રિવેલે કાર ખરીદવા માટે 10 રૂપિયાના (To buy Car with 10 rupee coin) સિક્કા મોટી સંખ્યામાં એકઠા કર્યા.
આ પણ વાંચો: Tree in Heritage Category : છોટા ઉદેપુરના ટુંડવા ગામનું 250 વર્ષ જૂનું વૃક્ષ હેરિટેજ કેટેગરીમાં સામેલ
અનેક જગ્યાએ ફર્યા: રૂપિયા 10ના સિક્કા લેવા માટે તેઓ તમિલનાડું જુદા જુદા જિલ્લાઓમાં ફર્યા હતા. એટલું જ નહીં મંદિર, શૉપિંગ મોલ અને રીટેલ શોપમાં પણ ફરી વળ્યા હતા. પછી તેમણે ભેગા કરેલા રૂપિયા 10ના સિક્કાનો નાનકડો કોથળો ભર્યો અને કાર લેવા માટે ડીલર પાસે ગયા હતા. સલીમ જંક્શન પાસે આવેલા કાર ડીલરને ત્યાં કાર લેતા જતા તેઓ ફેમસ થઈ ગયા. તેણે ડીલરને કહ્યું કે, તે 10 રૂપિયાના સિક્કા સાથે કાર ખરીદવા માંગે છે. કાર કંપનીના અધિકારીઓએ બેંક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેને કાર પહોંચાડવાની ઓફર કરી હતી. આના પરથી એક વાત નક્કી થઈ કે, જિલ્લામાં કોઈ રૂપિયા 10ના સિક્કા લેતું નથી એ એક પ્રકારની અફવા છે.
આ પણ વાંચો: વડોદરા પ્રશાસનને જોમ ચડાવતાં મુખ્ય સચીવ પંકજકુમાર, જાણો શા માટે વેર્યાં પ્રશંસાના પુષ્પો
આવું શા માટે કર્યું: આ પછી, તેઓ પોતાના ભાઈ સાથે આવ્યા અને કાર ડીલરને ત્યાં રૂપિયા 10 સિક્કાનો પેલો કોથળો લાવ્યા. જેમાં 6 લાખ રૂપિયાના દસના સિક્કા હતા. વેટ્રીવેલે જણાવ્યું હતું કે, સરકાર વતી રજૂ કરવામાં આવેલો 10 રૂપિયાનો સિક્કો કાયમ માટે માન્ય છે તે લોકોને અહેસાસ કરાવવા માટે આવા જાગૃતિ કાર્યક્રમમાં સામેલ થયા પછી તેણે આ કાર ખરીદી હતી.