- શિક્ષિકા જેમણે વિદ્યાર્થીઓને અનોખી રીતે કર્યા પ્રેરિત
- વિદ્યાર્થીના નામ પર જમા કરે છે પૈસા, શિક્ષાપ્રધાને પણ કર્યા વખાણ
- અત્યાર સુધીમાં તેણે 63 વિદ્યાર્થીઓના નામ પર એકઠા કર્યા પૈસા
શિવમોગા: વિદ્યાર્થીઓના જીવનને આકાર આપવામાં એક શિક્ષકની ભૂમિકા માંની જેવી જ હોય છે. કોઇ પણ વિદ્યાર્થીના ભવિષ્યને સારો કરવામાં શિક્ષકનું મહત્વ ખૂબ જ વધારે છે. શિક્ષણ હંમેશા પોતાના વિદ્યાર્થીઓ માટે સારું જ વિચારે છે. આવા જ એક શિક્ષકના પ્રયત્નોના વખાણ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણપ્રધાન સુરેશ કુમારે કર્યા છે. આ શિક્ષકની નવી યોજના શું છે ? આ યોજના અંગે શિક્ષિકાએ ETV Bharatને જણાવ્યું હતું કે, "મેં વિદ્યાર્થીઓના નામ પર પૈસા જમા કરવાની યોજાના શરૂ કરી છે. 2014 માં પહેલા ધોરણમાં દાખલ થનાર વિદ્યાર્થીના નામ પર એક એક હજાર રૂપિયા જમા કરાવ્યા હતાં. જે 10 વર્ષ માટે હતાં. આ શૈક્ષણિક વર્ષ 2020-21માં 13 બાળકો શાળામાં દાખલ થયા છે. આ પહેલાના શૈક્ષણિક વર્ષમાં 15 વિદ્યાર્થીઓને લેવામાં આવ્યો હતા. 2014માં અત્યાર સુધીમાં 63 વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત જોડવામાં આવ્યા હતાં."
હોસનગર તાલુકામાં શરૂ કરવામાં આવી આ યોજના
શિક્ષા વ્યક્તિની મહત્વપૂર્ણ જરૂરીયાત છે. તેમાં પણ ખાસ કરીને પ્રાથમિક શિક્ષા કેમકે પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકો વિદ્યાર્થીઓની સારી યાદમાં રહે છે. વિદ્યાર્થીઓને ગણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે શિક્ષિકા રેખાએ આ અનોખી ધન જમા યોજના શરૂ કરી છે. અત્યારે તેઓ શિવમોગા જિલ્લાની હોસનગર તાલુકાના નૂલિગેરિ ગવર્નમેન્ટ હાયર પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા છે. શિક્ષિકાએ જણાવ્યું હતું કે, "એક વખત બાળક જ્યારે આ યોજના દસ વર્ષ માટે અપનાવશે ત્યારે આ જ નાનકડી ધનરાશિ તેને એસએસએલસીનો અભ્યાસ મળવવામાં મદદ રૂપ થશે. જો કે જમા કરેલા પૈસા એસએસએલસીમાં પ્રવેશ માટે પુરતા નથી. પણ તે પ્રાથમિક શિક્ષા મેળવ્યા પછી આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરે છે. મેં આ જે યોજના શરૂ કરી છે તે બાળકોના સારા ભવિષ્ય માટે એક નાનકડો પ્રયત્ન છે."
વધુ વાંચો: વોગ ફેશન મેગેઝીન પર છપાયો આ મહિલાનો ફોટો
વિદ્યાર્થીને આગળના અભ્યાસ માટે મદદ રૂપ થાય છે આ યોજના
આ યોજના અનુસાર શિક્ષિકા રેખા પહેલા ધોરણમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના નામે 1,000 રૂપિયા જમા કરાવે છે. જે દસ વર્ષ માટે હોય છે. શિક્ષિકા રેખાએ કહ્યું છે કે જ્યારે વિદ્યાર્થી SSLCમાં પ્રવેશ લે છે ત્યારે આ રકમ એને તેના અભ્યાસમાં મદદ કરે છે. હવે તમે વિચારશો કે તેમને આ વિચાર આવ્યો કેવી રીતે? બાળપણથી જ રેખાએ ગરીબીનો અનુભવ કર્યો હતો. આજ અનુભવે તેમને વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 2014માં નોકરી શરૂ કર્યા પછી તેમણે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે આ યોજના શરૂ કરી હતી અને તમામ લોકોએ તેમને સારી પ્રતિક્રિયા આપી. પ્રાથમિક શિક્ષા પ્રધાને તેમના આ કાર્યના ખૂબ જ વખાણ કર્યા છે. પરિવારના સભ્યોએ પણ તેમની આ શરૂઆતને ખૂબ જ વખાણી છે. માતા-પિતાને તેમની દિકરીના પર ગર્વ છે. જો તેમનું અન્ય સરકારી સ્કૂલમાં ટ્રાન્ફર થાય છે તો પણ તેઓ આ સ્કૂલમાં યોજના ચાલુ રાખવા ઇચ્છે છે.
વધુ વાંચો: કોરોનામાં ભલે નોકરી ગઇ પણ છતાં આત્મનિર્ભર બન્યા આ કારીગર
લોકો માટે બન્યા ઉદાહરણ
એ લોકો કે જેમની માનસિકતા ફક્ત પૈસા કમાવાની હોય અને તેઓ હંમેશા પૈસા કમાવા વિશે જ વિચારતા હોય છે રેખા મેડમ જે વાસ્તવમાં તમામ લોકો માટે ઉદાહરણરૂપ સાબિત થયું છે. જો સરકારી સ્કૂલના શિક્ષકો જો રેખા મેડમની જેમ જ આ યોજનાનું પાલન કરશે તો ચોક્કસથી દેશ ભરની સરકારી સ્કુલમાં ભણતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થશે