- તાજમહેલની મુલાકાતે આવેલા બે ગ્રૂપ વચ્ચે ઝપાઝપી
- પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લાવી હતી
- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો
આગ્રાઃ તાજમહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓનાં બે ગ્રૂપ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં એક ગ્રૂપ દ્વારા ત્રાસ આપવામાં આવતી ઘટનાને લઇને ઝઘડો થયો હતો તેમ જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઝઘડાને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (CISF)અને સ્થાનિક પોલીસના જવાનોએ ભેગા મળીને કાબૂમાં લાવ્યો હતો.
આ પણ વાંચોઃ તાજમહેલમાં વિસ્ફોટકો હોવાનો ફોનકૉલ બોગસ નિકળ્યો, પોલીસ ફોન કરનારની શોધખોળમાં લાગી
સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વીડિયો
તાજમહેલમા થયેલી સમગ્ર ઘટના થાળે પાડ્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે, આ બન્ને ગ્રૂપમાંથી કોઇએ ફરિયાદ નોંધાવી નથી. આ ઘટના બાદ તરત જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે બન્ને ગ્રૂપ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ તાજમહેલમાં આવતા પ્રવાસીઓએ હવે રૂપિયા 200 વધુ ચૂકવવા પડશે