- સંસદનું ચોમાસું સત્ર (Monsoon session of Parliament) 19 જુલાઈએ યોજાશે
- ચોમાસું સત્ર પહેલા સરકારે બોલાવી તમામ રાજકીય પક્ષોની બેઠક (Meeting of all political parties)
- તમામ રાજકીય પક્ષોની બેઠક (Meeting of all political parties) 18 જુલાઈએ યોજાશે
- બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ રહેશે ઉપસ્થિત
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session) 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે એક દિવસ પહેલા સરકારે 18 જુલાઈએ તમામ રાજકીય પક્ષની બેઠક (Meeting of all political parties) બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ આ બેઠકમાં ઉપસ્થિત હશે. આ બેઠકમાં સરકાર વિપક્ષી દળો પાસેથી ચોમાસું સત્રને સૂચારૂપૂર્ણ રીતે ચલાવવામાં સહયોગ માગશે. કેન્દ્રિય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ દરેક પક્ષને આ બેઠકમાં હાજર રહેવા આમંત્રિત કર્યા છે.
કેન્દ્રિય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ તમામ રાજકીય પક્ષોને મોકલ્યું આમંત્રણ
સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session) 19 જુલાઈએ યોજાશે. જોકે, સત્રના આગલા દિવસે સરકારે 18 જુલાઈએ સવારે 11 વાગ્યે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સરકાર વિપક્ષી દળો પાસેથી ચોમાસું સત્રને સુચારૂપૂર્ણ રીતે ચલાવવામાં સહયોગ માગશે. કેન્દ્રિય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ તમામ રાજકીય પક્ષોને આ બેઠકમાં હાજર રહેવા આમંત્રિત કર્યા છે.
રવિવારે ભાજપ સંસદીય દળની એક્ઝિક્યૂટિવ કમિટી અને એનડીએ (NDA) સંસદીય દળની બેઠક પણ યોજાશે
તમામ રાજકીય પક્ષની બેઠક (Meeting of all political parties) માં સરકાર તરફથી કહેવામાં આવશે કે, તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે સરકાર તૈયાર છે. તો બીજી તરફ વિપક્ષ મોંઘવારી, કોરોનાની નિષ્ફળતા, રાફેલ જેવા મુદ્દાઓ સંસદમાં ઉઠાવશે. 18 જુલાઈએ એટલે કે રવિવારે જ ભાજપ સંસદીય દળની એક્ઝિક્યૂટિવ કમિટી અને એનડીએ (NDA) સંસદીય દળની બેઠક પણ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.