ETV Bharat / bharat

Karnataka: મગફળી વેચનાર કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક

કોપ્પાલ જિલ્લાના શાહપુર ગામનો યુવાન ગોપી બ્રિટીશ આર્મીમાં સૈનિક છે. આ યુવાન નાનપણમાં ગોવામાં મગફળી વેંચતો હતો. હાલ આ કન્નડિગા યુવાન બ્રિટીશ આર્મીમાં હોવાથી કોપ્પાલના શાહપુરના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે.

Karnataka: મગફળી વેચનાર કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક
Karnataka: મગફળી વેચનાર કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક
author img

By

Published : Jul 25, 2021, 9:09 AM IST

  • કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક
  • ગોવાના બીચ પર વેંચતો મગફળી
  • બ્રિટિશ દંપતીએ લીધો હતો દત્તક

કર્ણાટક: કોપ્પાલ જિલ્લાના નાના ગામના એક યુવાનની આ રીઅલ લાઇફ સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. કોપ્પાલ જિલ્લાના શાહપુર ગામમાં જન્મેલો ગોપી હવે બ્રિટીશ આર્મીમાં સૈનિક છે. ગૌરવની વાત છે કે, કન્નડિગા બ્રિટીશ આર્મીમાં સૈનિક બન્યો છે. જો કે તેની પાસે યુકેની નાગરિકતા છે પરંતુ તેને પોતાની માતૃભૂમિ સાથે પ્રેમ છે. આ એક મગફળી વેચતા છોકરાની બ્રિટીશ સૈનિક બનવાની પ્રેરણાદાયી વાર્તા છે.

Karnataka: મગફળી વેચનાર કન્નડિગા યુવાન બન્યો બ્રિટીશ સૈનિક

શાહપુરના સાધારણ પરિવારમાં થયો હતો જન્મ

ગોપાલનો જન્મ કર્ણાટકના કોપ્પલ જિલ્લાના શાહપુર નામના ગામમાં સરળ પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો હતો. ગોપાલ યેલપ્પા, વાકોડે અને ફકીરાવ્વાના પાંચ બાળકોમાં સૌથી નાનો છે. ગરીબીને કારણે આ પરિવાર રોજગારી માટે ગોવા ગયો હતો. દસ વર્ષનો ગોપાલ પણ ત્રણ બહેનો અને એક ભાઈ સાથે ગોવા ગયો હતો.

નાનપણમાં જ ગુમાવ્યા માતા-પિતા

ગોવા ગયા પછી થોડા જ સમયમાં ગોપાલે માતા-પિતા બંન્ને ગુમાવ્યા હતો. આ પછી ગોપાલે પોતાનું ગુજરાન ચલાવવા માટે ગોવાના બીચ પર મગફળી વેચવાનું શરુ કર્યુ હતુ. આ સમય દરમિયાન જ તેણે બ્રિટિશ ટૂરિસ્ટ કપલ બ્રિટ્સ કેરોલ અને કોલિન હેન્સનનું ધ્યાન પોતાની પરફ આકર્ષિત કર્યુ હતુ. જ્યારે દંપતીને તેની દુર્દશા વિશે જાણ થઈ ત્યારે તેઓએ તેની આર્થિક મદદ કરી હતી.

બ્રિટીશ દંપતીએ લીધો હતો દત્તક

ગોપાલના સંબંધી યમનપ્પા નાયકલે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ગરીબીને કારણે તેમનો પરિવાર ગોવામાં સ્થળાંતર થયો હતો. જ્યાં તેમને બ્રિટીશ દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો અને તેને ઇંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો. હવે તે બ્રિટીશ આર્મીમાં સેવા આપી રહ્યો છે, તે અમારા માટે ગર્વની વાત છે.

બ્રિટિશ નાગરિક જાસ્મિન સાથે કર્યા લગ્ન

ગોપાલે બ્રિટિશ નાગરિક જાસ્મિન સાથે લગ્ન કર્યા અને તેમને એક દીકરી પણ છે જેનું નામ ડેઝી છે. બ્રિટિશ નાગરિક હોવા છતાં, વાકોડે ત્રણ વર્ષમાં એકવાર ભારતની મુલાકાતે આવે છે કેમ કે ગોપાલના સંબંધીઓ હજી શાહપુર ગામમાં રહે છે.

આ પણ વાંચો: કર્નાટક: ચોકના ટુકડા પર કોતરવામાં આવ્યું રાષ્ટ્રગીત

ગરીબ અને વંચિત બાળકો માટે ગોપાલ બન્યો પ્રેરણારુપ

ગોપાલ પછાત સમુદાયમાંથી આવે છે. શાહપુરના રહેવાસીઓ તેમને બ્રિટીશ આર્મીના ગણવેશમાં જોઇને ખૂબ જ આનંદિત છે. સંકલ્પ અને ધૈર્ય વ્યક્તિના જીવનમાં કેવી રીતે ફરક લાવી શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ ગોપાલ છે. આ બધા ગરીબ અને વંચિત બાળકો માટે ખરેખર પ્રેરણાદાયક છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.