ETV Bharat / bharat

આસામ વિધાનસભાની ચૂંટણી 2021: બીજા તબક્કામાં 39 બેઠકો પર આજે મતદાન - આસામ વિધાનસભા

આસામ વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 1 એપ્રિલના રોજ યોજાશે. જેમાં 39 બેઠકો પર મતદાન થશે. 2016માં વિધાનસભાની ચૂંટણીમાં આ 39 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો જીતી હતી અને આસામમાં પ્રથમ વખત સરકાર બનાવી હતી. ત્યારે હવે જોવાનું એ છે કે, આ વખતે જનતા ભાજપને ફરીથી સત્તા સંભાળવાની તક આપે છે કે કોંગ્રેસ વાપસી કરશે.

આસામ વિધાનસભાની ચૂંટણી 2021
આસામ વિધાનસભાની ચૂંટણી 2021
author img

By

Published : Mar 31, 2021, 11:11 PM IST

Updated : Apr 1, 2021, 8:56 AM IST

  • આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું 1 એપ્રિલના રોજ મતદાન
  • 13 જિલ્લાની 39 બેઠકો પર મતદાન યોજાશે
  • પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર થયું હતું મતદાન

હૈદરાબાદઃ આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 1 એપ્રિલના રોજ થશે. બીજા તબક્કામાં 13 જિલ્લાની 39 બેઠકો પર મતદાન યોજાશે. આ પહેલા 27 માર્ચના રોજ પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર મતદાન થયું હતું. આસામમાં પ્રથમ વખત સરકાર બનાવનારી ભાજપ આ વખતે ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સત્તા પર પાછા ફરવાનો દાવો કરી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

મતદાતાઓ
મતદાતાઓ

કુલ 345 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બીજા તબક્કામાં 39 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તેમાંથી 05 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 07 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. બીજા તબક્કામાં કુલ 345 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આ પણ વાંચોઃ પશ્ચિમબંગાળમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાશે

કુલ મતદારો

આ તબક્કામાં કુલ 10,592 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં 73,44,631 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંથી 37,34,537 પુરુષ અને 36,09,959 મહિલા મતદારો છે. આ તબક્કામાં 135 થર્ડ જેન્ડર મતદાતાઓ પણ છે.

કુલ 39 બેઠકો પર કુલ 345 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બીજા તબક્કાની કુલ 39 બેઠકો પર કુલ 345 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી 177 ઉમેદવારો અપક્ષ અને 168 ઉમેદવારો કોઈને કોઈ રાજકીય પાર્ટીમાંથી ચૂંટણીના મેદાનમાં છે.

મહિલા ઉમેદવારો

કુલ 345 ઉમેદવારોમાંથી 26 મહિલા ઉમેદવારો છે. મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ 11 મહિલા ઉમેદવારો અપક્ષમાંથી છે. જ્યારે ભાજપે 2 અને AJPએ 4 મહિલાઓને ટિકિટ આપી છે. અન્ય પક્ષોની કુલ 9 મહિલા ઉમેદવારો પણ મેદાનમાં છે.

મહિલા ઉમેદવારો
મહિલા ઉમેદવારો

આ પણ વાંચોઃ આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ

28 રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં

આ તબક્કામાં 28 રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે, ભાજપે 34 ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 28, આસામ એથનિક કાઉન્સિલ 19, SUCI 13, AIUDF 7, આસામ ગણ પરિષદ 6, તૃણમૂલ કોંગ્રેસ 5 અને અન્ય રાજકીય પક્ષોના 56 ઉમેદવાર મેદાનમાં છે.

2016 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દબદબો

બીજા તબક્કામાં આસામની જે 39 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં 2016 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો. ભાજપે આ 39 બેઠકોમાંથી 22 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો જીતી હતી. AIUDF 4 સીટ, BPF 4 સીટ અને AJP 2 સીટો જીતી હતી. 2016માં, ભાજપે પહેલીવાર આસામમાં જોરદાર જીત સાથે સરકાર બનાવી હતી.

કેટલા ઉમેદવારો સામે ગુનાહિત કેસ

બીજા તબક્કાના કુલ 345 ઉમેદવારોમાંથી 37 ઉમેદવારો સામે ગુનાહિત કેસ નોંધાયા છે. જ્યારે 30 ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ દાખલ છે. પાર્ટી મુજબના ગુનાહિત ઉમેદવારો પર નજર નાખીએ તો ભાજપના 34 માંથી 11, કોંગ્રેસના 28 માંથી 5, એઆઈયુડીએફના 7 માંથી 5, આસામ ગણ પરિષદના 6 માંથી 2, આસામ એથનિક કાઉન્સિલના 19 માંથી 3, એઆઇએફબી, એસયુસીઆઇ (સી) યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલના એક-એક ઉમેદવાર સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. બીજી તરફ, ભાજપના 10, આસામ જાતિ પરિષદના 5, એઆઈયુડીએફના 7, આસામ ગણ પરિષદના 2, કોંગ્રેસના 2, એઆઈએફબી, એસયુસીઆઈ (સી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલના એક-એક ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. 177 અપક્ષ ઉમેદવારોમાંથી 8 સામે ગુનાહિત કેસ છે જ્યારે 7 સામે ગંભીર ગુનાહિત કેસ છે.

બીજા તબક્કામાં કરોડપતિ ઉમેદવારો

આસામની ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 73 કરોડપતિ ઉમેદવારો છે. જેમાં સૌથી વધુ 19 કરોડપતિ ઉમેદવારો ભાજપના છે અને 18 કરોડપતિ ઉમેદવારો કોંગ્રેસના છે. તેમજ આસામ એથનિક કાઉન્સિલના 6, એઆઇયુડીએફના 5, આસામ ગણ પરિષદના 3 અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના 3 ઉમેદવારો કરોડપતિ છે.

એસયુસીઆઈ (સી), ભારતીય ગણ પરિષદ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ (એમ), એસપીના પણ એક-એક ઉમેદવાર કરોડપતિ છે. આ સિવાય 14 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ટોચના -5 કરોડપતિ ઉમેદવારો

ટોચના -5 કરોડપતિ ઉમેદવારોની યાદીમાં, કોંગ્રેસના 4 અને એયુડીઆફના એક ઉમેદવાર છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ અપક્ષ ઉમેદવારોની છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા અપક્ષ ઉમેદવાર બિષ્ણુ ધારી મલ્લાની કુલ સંપત્તિ રૂપિયા 8,158 છે.

બીજા તબક્કા માટેના ઉમેદવારો કેટલા શિક્ષિત

ચૂંટણી પંચને ઉમેદવારોએ આપેલી શૈક્ષણિક લાયકાતની વિગતો અનુસાર 209 ઉમેદવારોએ 5 થી 12 સુધી અભ્યાસ કર્યો છે. 13 ઉમેદવારોએ ગ્રેજ્યુએટ છે. તેમજ 2 ઉમેદવારો ડિપ્લોમાં કરેલા છે, જ્યારે 3 ઉમેદવારો ફક્ત શિક્ષિત વર્ગમાં છે.

ઉમેદવારોની ઉંમર

બીજા તબક્કામાં 113 ઉમેદવારોની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે. જ્યારે 182 ઉમેદવારોની ઉંમર 41 થી 60 વર્ષની વચ્ચે છે. 49 ઉમેદવારોની ઉંમર 61 થી 80 વર્ષની વચ્ચે છે. તેમજ એક ઉમેદવારની ઉંમર 82 વર્ષ છે.

મોટા ચહેરાઓની શાખ દાવ પર

આસામ વિધાનસભાના પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઘણા મોટા ચહેરાઓ છે. આ મોટા ચહેરાઓ પર દરેકની નજર રહેશે.

પીજુષ હઝારિકા- હજારીકા વર્તમાન સર્બાનંદ સોનોવાલ સરકારમાં શહેરી વિકાસ રાજ્યપ્રધાન અને આરોગ્ય રાજ્યપ્રધાનની જવાબદારી સંભાળી રહ્યા છે. પીજુષ ગત ચૂંટણીમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માગે છે, તે ભાજપની ટિકિટ પર જાગીરોડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

બિસ્વજિત ડામરી- બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના પૂર્વ પ્રમુખ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને ત્યારબાદ ભાજપની ટિકિટ પર બિનહરીફ ચૂંટાયા અને રાજ્યસભા પહોંચ્યા હતા. હવે ભાજપની ટિકિટ પર તેઓ પાનેરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જયંત મલ્લા બરુઆ- વર્ષ 2006 અને 2011ની ચૂંટણીઓ જીત્યા છે. આસામ ટૂરિઝમ કોર્પોરેશનના પ્રમુખ હતા અને ભાજપની ટિકિટ પર નલબારી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

રિહોન ડાઇમારી - બીપીએફની ટિકિટ પર ઉદલગુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ હાલના ધારાસભ્ય છે અને સરકારમાં જાહેર આરોગ્ય પ્રધાનની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉદલગુરી બેઠક પરથી જ ચાર વખત જીત્યા હતા.

પરમાનંદ રાજબોંગશી - અસોમ સાહિત્ય સભાના પૂર્વ પ્રમુખ છે. એજીપીને છોડીને ભાજપમાં જોડાયા છે અને હવે તેઓ સીપાઝાર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પરિમલ શુક્લ બૈદ્યા - વર્તમાન સરકારના કેબિનેટ પ્રધાન છે અને 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ દ્વારા ઢોલાઈ બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી છે.

ગૌતમ રોય- તરુણ ગોગોઈની ત્રણેય સરકારોમાં પ્રધાન રહી ચૂક્યાં છે, પરંતુ 2019 માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. કટીગોરા બેઠક પરથી ભાજપે તેને ટિકિટ આપી છે.

Last Updated : Apr 1, 2021, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.