ETV Bharat / bharat

ગંગા નદીની વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી, બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને જીવ બચાવ્યો

ગંગા નદીમાં એકદમ વચ્ચોવચ્ચ પહોંચેલી બોટ અચાનક ડૂબી ગઈ હતી. બોટમાં સવાર તમામ લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે આસપાસના ખલાસીઓએ ડૂબેલી બોટના લોકોનો જીવ બચાવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બોટ રેતીથી ભરેલી હોવાથી અને ખૂબ જ વજનદાર હોવાથી આડી થઈ ગઈ હતી, જેના કારણે તે ડૂબી ગઈ હતી.

ગંગા નદીની વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી, બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને જીવ બચાવ્યો
ગંગા નદીની વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી, બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને જીવ બચાવ્યો
author img

By

Published : Jun 19, 2021, 10:08 AM IST

  • ગંગા નદીમાં વચ્ચોવચ્ચ રેતીથી ભરેલી બોટ ડૂબી
  • બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો
  • ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ

સારણઃ છપરાના ડોરીગંજ વિસ્તારથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કોઈના પણ રૂંવાળા ઉભા કરી શકે છે. ગંગામાં એક બોટ લોકોને લઈને જઈ રહી હતી. ત્યારે તે ડૂબી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, તેજ પવન અને તોફાનના કારણે આ ઘટના બની હતી.

બોટમાં સવાર લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો

રેતીથી ભરેલી બોટ ગંગામાં ડૂબી

રેતીથી ભરેલી બોટની વચ્ચે ગંગામાં હાલકડોલક થતી બોટ ડૂબવા લાગી અને તેના પર સવાર દરેક વ્યક્તિ ગમે તે રીતે જીવ બચાવીને નદીમાં કૂદી ગયા હતા. જોકે, તેમની આસપાસથી પસાર થતી બોટના લોકોએ તેમનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના છપરા જિલ્લાના ડોરીગંજ ઘાટ પાસે થઈ છે.

આ પણ વાંચો- ખેડાના અંતિસરમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મૃત્યું

ગંગાની વચ્ચે પહોંચી ત્યારે પૂરઝડપે પવન આવ્યો

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યાનુસાર, આ બોટ આરાની હલદી છપરા ઘાટથી ડોરીગંજના મહરૌલી ઘાટ તરફ જઈ રહી હતી. આ બોટ ગંગાની વચ્ચે પહોંચી હતી ત્યારે પૂરઝડપે ફૂંકાતા પવન અને તોફાન આવ્યું હતું અને આ બોટ પર સવાર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા.

આ પણ વાંચો- આંધ્ર અને ઓડિશા બોર્ડર પર બોટ ડૂબી, 7 લોકો ગુમ

ઘટનામાં કોઈ જાનહાની નહીં

ખલાસીઓએ આ બોટને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોટ રેતીથી ભરેલી અને ભારી વજનની હોવાથી આ બોટ આડી થઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.