93 વર્ષે પણ સંગીતની સેવા કરી રહ્યાં છે કરતાર સિંહ - 93 વર્ષના કરતાર સિંહ
મોટાભાગના ભાગના લોકો વધતી ઉંમરે શાંતિમય જીવન વિતાવવાનું પસંદ કરતાં હોય છે પણ પંજાબના 93 વર્ષના કરતાર સિંહ છે જેઓ આ ઉંમરે પણ સંગીત સેવા કરે છે.
- 'રાગના રાજા' સંગીતકાર કરતાર સિંહ
- 93 વર્ષે પણ સંગીતની કરે છે સાધના
- અનેક પુરસ્કાર મેળવી ચુક્યા છે કરતાર સિંહ
પંજાબ: પદ્મશ્રીથી સન્માનિત 93 વર્ષના કરતાર સિંહ છેલ્લા 60 વર્ષોથી ગુરમત સંગીત એટલે કે પવિત્ર ભજન રજૂ કરે છે. તેઓને ટેગોર રતન પુરસ્કાર, ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિતના અનેક પુરસ્કાર મળ્યા છે. 93 વર્ષે પણ તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઉંમરના કારણે થતી તકલીફો સામે તેઓ જુક્યા નથી આજે પણ જ્યારે તેઓ રાગ છેડે છે તો સાંભળનાર મંત્રમુગ્ધ થઇ જાય છે. ETV Bharat સાથેની વાતચીતમાં કરતાર સિંહે જણાવ્યું હતું કે, "ગામમાં રહેતા લોકો સંગીતથી અજાણ હતાં પણ ભગવાનની કૃપાથી મેં સંગીતની દુનિયામાં પોતાના પગ જમાવ્યા. મેં 26થી 27 વર્ષ ગુરુનાનક ગર્લ્સ કોલેજમાં ભણાવ્યું છે. મેં સંગીત પણ શીખવ્યું છે. મેં વિદ્યાર્થી તરીકે ગુરુવાણી શીખી હતી."
સંગીત પર લખ્યા છે 5 પુસ્તકો
પ્રધાનાચાર્યએ ભારતીય સંગીત પર 5 પુસ્તક લખ્યા છે, જેની અનેક આવૃતિઓમાંથી અત્યાર સુધીમાં 42,000થી વધારે પુસ્તકો વેચાઇ ચુક્યા છે. પ્રિન્સીપલ કરતાર સિંહના ઘરનો એક રૂમ સન્માનપત્ર, પુરસ્કાર અને પ્રમાણપત્રોથી ભરલો છે. પોતાના પુસ્તકો અંગે કરતાર સિંહે ETV Bharatને જણાવ્યું હતું કે, " સંગત નામની પુસ્તક એટલી પ્રખ્યાત થયું કે અત્યાર સુધીમાં તેની 7 આવૃતિ પ્રકાશિત થઇ ચુકી છે. મને 2009માં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હસ્તે અકાદમી પુરસ્કાર મળ્યો છે. તે સમયે હું પંજાબનો એક માત્ર વ્યક્તિ હતો જેને રાષ્ટ્રપતિના હાથે સન્માન મળ્યું હોય."
વધુ વાંચો: વીંઝીને વગાડી શકાય છે આ અનોખી વાંસળી
પરીવારને છે તેમના પર માન
જો કે કરતાર સિંહ પોતાની કળાના કારણે તો પ્રખ્યાત છે જ પણ પોતાના નિર્મળ સ્વભાવના કારણે તેમણે એક અનોખી છાપ બનાવી છે. તેમણે ફક્ત ગુરમત સંગીતની સેવા જ કરી છે તેવું નથી તેમણે અનેક લોકોને સંગીતના મૂલ્યોને આત્મસાત કરવા માટે પ્રેરણા પણ આપી છે. કરતાર સિંહની વહુ અમરજીત કૌરે જણાવ્યું હતું કે,"વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ખૂબ જ સક્રિય છે. તેમને સંગીત સાથે ખૂબ જ પ્રેમ છે. તેમણે જણાવ્યું હતું કે, 93 વર્ષે પણ તેઓ ઉંમરમાં પણ ખૂબ જ સક્રિય છે. આખા પરિવાર સાથે તેના બહુ જ સારા સંબંધ છે. જીવનમાં સફળતા મેળવવા માટે તેમણે પોતાના બાળકોને ખૂબ જ સારી રીતે ભણાવ્યા છે. તેમણે જીવનમાં ઘણું સન્માન મેળવ્યું છે. તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે. મારા માટે એ ગર્વની વાત છે કે હું તેમની વહુ છું અને અમે ખુશ છીએ "
વધુ વાંચો: કંબાલાના બફેલો જૉકી શ્રી નિવાસે કરી ઉસૈન બોલ્ટની બરાબરી
જીવશે ત્યાં સુધી કરશે સંગીતની સેવા
સંગીતના જ્ઞાની પ્રિન્સીપલ કરતાર સિંહે અનેક વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ આપ્યું છે. જે શ્રી હરમંદિર સાહિબનાં રાગી છે જ આ ઉપરાંત ગુરમતનું જ્ઞાન મેળવનાર વિદ્યાર્થીઓ દેશ અને દુનિયામાં જ્ઞાન ફેલાવી રહ્યાં છે. કરતાર સિંહ જણાવે છે કે તેમને તેમના તમામ વિદ્યાર્થીઓ પર ગર્વ છે અને જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી તેઓ સંગીતનું જ્ઞાન ફેલાવતા રહેશે.