- બિહાર કેબિનેટ પ્રધાનોમાં 93 ટકા કરોડપતિ
- છ પ્રધાનો પર ગંભીર ગુનાઓ
- મેવાલાલ ચૌધરી સૌથી વધુ ધનવાન
- એનડીએને મળ્યો બહુમત
પટનાઃ બિહારમાં નવગઠિત પ્રધાનપરિષદમાં સામેલ પ્રધાનોમાં 93 ટકા કરોડપતિ છે. જ્યારે 57 ટકા (8) પર ગુનાનો દાખલ છે. જેમાંથી છ વિરૂદ્ધ ગંભીર ગુનાના કેસ દાખલ છે.
મેવાલાલ ચૌધરી સૌથી વધુ ધનવાન
રિપોર્ટ અનુસાર 13 પ્રધાન (93 ટકા) કરોડપતિ છે અને તેની સરેરાશ સંપતિ 3.93 કરોડ રુપિયા છે. સૌથી વધુ 112.31 કરોડ રુપિયાની સંપતિ મેવાલાલ ચૌધરી પાસે છે, જે તારાપુર નિર્વાચિન ક્ષેત્રના પ્રતિનિધિ છે. સૌથી ઓછા 72.89 લાખ રુપિયાની સંપતિ અશોક ચૌધરી પાસે છે. આ બધા સોગંદનામામાં સંપતિની જાહેરાત કરી છે. ચૂંટણી અધિકારી સાથે જોડાયેલા સંગઠન અનુસાર છ પ્રધાનોએ પોતાના વિરૂદ્ધ ગંભીર ગુનાઓ હોવાની જાણકારી આપી છે. ગંભીર ગુનાઓ બિન જામીન ગુના હોય છે અને તેમાંથી પાંચ વર્ષની વધુ સજા મળે છે.
જાણો કઇ પાર્ટીના કેટલા પ્રધાનો બદનામ
એડીઆરે કહ્યું કે, જનતા દળ યૂનાઇટેડના છ પ્રધાનોમાં બે, ભાજપના છ પ્રધાનોમાં ચાર, હિન્દુસ્તાની આવામ મોર્ચાના (સેકુલર) એક અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના એક પ્રધાનના સોગંદનામાની તપાસથી ખબર પડે છે કે, તેમના વિરૂદ્ધ ગુનાઓ દાખલ છે. આઠ અથવા 57 ટકા પ્રધાનો વિરૂદ્ધ ગુનાઓ ચાલી રહ્યા છે.
શૈક્ષણિક યોગ્યતામાં પ્રધાનોની હાલત
એડીઆર અનુસાર ચાર પ્રધાનોએ શૈક્ષિક યોગ્યતા આઠથી 12 સુધી દર્શાવવામાં આવી છે. 10 પ્રધાનોએ સ્નાતક અથવા સ્નાતકથી આગળની શિક્ષા મેળવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. છ પ્રધાનોએ પોતાની ઉંમર 41-50 વર્ષ વચ્ચે જણાવી છે, જ્યારે આઠ પ્રધાનો 51 થી 75 વર્ષ સુધીની ઉંમરના છે. જેમાં બે મહિલા પણ છે.
એનડીએને મળ્યો બહુમત
બિહારમાં 243 સભ્ય વિધાનસભા માટે 28 ઓક્ટોબર, ત્રણ નવેમ્બર અને સાત નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે યોજાઇ હતી. બહુમત હાંસલ કર્યા બાદ રાજગે સરકાર બનાવી. મુખ્ય પ્રધાન નીતીશ કુમારની આગેવાનીમાં 14 સભ્યોના પ્રધાનમંડળે સોમવારે શપથ લીધા હતા.