- મહારાષ્ટ્રના તોરણમાળમાં ખાબક્યુ ખાનગી વાહન
- અકસ્માતમાં 8ના મોત અને 15 ઈજાગ્રસ્ત
- સ્થાનિક ગ્રામજનોની મદદથી પીડિતોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા
નંદુરબાર(મહારાષ્ટ્ર): તોરણમાળ ખીણના દુર્ગમ વિસ્તાર એવા સીંદીદિગર ઘાટમાં પ્રવાસીઓને લઇને રહેલી ખાનગી ક્રુઝર ખીણમાં ખાબકી હતી. અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે અને 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક ગ્રામજનોની મદદથી પીડિતોને ખીણમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ઘટનાનો મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ અતિદુર્ગમ ક્ષેત્રમાં વડાપ્રધાન ગ્રામીણ માર્ગ યોજના અંતર્ગત રસ્તો બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જૂઓ મુંબઈ-પુણે એક્પ્રેસ-વે પરના અકસ્માતનો હૃદય કંપાવી નાખે તેવો વીડિયો...
છેલ્લા 6 મહિનામાં બીજી ભયાનક ધટના
આઝાદી પછી પ્રથમ વખત આ વિસ્તારને તોરણમાળ સાથે જોડવામાં આવ્યો છે. જોકે, માત્ર છ મહિનામાં જ આ રસ્તા પર બીજો ભયાનક અકસ્માત સર્જાયો છે. ખાસ વાત એ છે કે, આ આખો વિસ્તાર કવરેજ વિસ્તારની બહાર હોવાથી આ ક્ષેત્રમાં મદદ કરવા માટે પણ ઘણા પડકારો ઉદ્ભવે છે. પોલીસ વહીવટીતંત્ર સ્થાનિક લોકોની મદદથી અહીં બચાવ કામગીરી ચલાવી રહ્યું છે અને ઈજાગ્રસ્તોને મ્હસાવત ખાતેના ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ અધિક્ષક સહિત જિલ્લા વડામથકના અનેક અધિકારીઓને સ્થળ પર રવાના કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે હજી સુધી કોઈ માહિતી આપી નથી અને અહીં કવરેજનો અભાવ પણ માહિતી મેળવવામાં અવરોધ ઉભો કરી રહ્યો છે.