ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં 7મા તબક્કાનું મતદાન શરૂ, વડાપ્રધાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ - ભવાનીપૂર વિસ્તાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે સોમવારે સાતમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી મતદાતાઓને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે અપીલ કરી છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. આ તમામની વચ્ચે મતદાન થઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાને મતદાતાઓએ આ અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ
author img

By

Published : Apr 26, 2021, 9:00 AM IST

Updated : Apr 26, 2021, 9:25 AM IST

  • પશ્ચિમ બંગાળમાં સોમવારે સાતમા તબક્કાનું મતદાન
  • 86 લાખથી વધારે મતદાતાઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
  • સાતમા તબક્કામાં 34 બેઠક પર 284 ઉમેદવારો છે મેદાનમાં

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે સાતમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 34 બેઠક પર 284 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવશે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે 86 લાખથી વધારે મતદાતાઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

વડાપ્રધાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ

આ પણ વાંચોઃ LIVE UPDATE: પશ્ચિમ બંગાળમાં સાતમાં તબક્કાની 34 બેઠકો માટે મતદાન શરૂ

કેન્દ્રિય બળોની 796 કંપની મતદાતાઓની સુરક્ષા કરશે

આ અંગે ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પહેલાના છ તબક્કામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખી સાતમા તબક્કાના મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ચૂંટણી વિભાગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે આ તબક્કામાં કેન્દ્રિય બળોની ઓછામાં ઓછી 796 કંપની તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ કેરળ વિધાનસભાની ચૂંટણી: મેટ્રો મેન ઇ શ્રીધરને પોતાનો મત આપ્યો

ભવાનીપૂરના TMCના ધારાસભ્યએ મતદાન કર્યું

ભવાનીપૂર વિસ્તારથી TMC (તૃણમુલ કોંગ્રેસ)ના ઉમેદવાર સોભનદેબ ચટ્ટોપાધ્યાયે મંમથ નંદન બોય્સ એન્ડ ગર્લ્સ સ્કૂલમાં બનાવવામાં આવેલા મતદાનમથક પર જઈને સોમવારે વહેલી સવારે મતદાન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન મમતા બેનરજી પણ આ ચૂંટણી ક્ષેત્રથી ધારાસભ્ય છે. સાતમા તબક્કામાં 12,068 મતદાનમથકો પર મતદાન થશે. દરેકની નજર ભવાનીપૂર ચૂંટણી વિસ્તાર પર હશે. કારણ કે, અહીંથી TMCના પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનરજી ધારાસભ્ય છે અને આ જ વિસ્તારના રહેવાસી છે.

Last Updated : Apr 26, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.