ETV Bharat / bharat

75 Years of Independence: એ યુવાન જેણે કાશ્મીરના નાજૂક સમયને સાચવવા જીવનનું બલિદાન આપ્યું - બારામુલ્લાના મકબૂલ શેરવાની

દેશ આઝાદીના 75 વર્ષ (75 Years of Independence) ઉજવે છે ત્યારે યાદ કરવા માટે કેટલાક નામ એવા પણ છે જેમણે સ્વતંત્રતા મળી તે પછીના દિવસોમાં દેશને આકાર આપવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કાશ્મીરના (Kashmir) બારામુલ્લાના મકબૂલ શેરવાની (Maqbool Sherwani) એક એવું નામ છે જેણે શ્રીનગર એરપોર્ટ પર પહોંચવા માગતાં પાકિસ્તાની હુમલાખોરોને ગેરમાર્ગે દોરીને તેમના આક્રમણને નિષ્ફળ બનાવ્યું હતું અને ભારતીય સેના માટે ત્યાં પહોંચે ત્યાં સુધીનો કિંમતી એવો સમય સાચવી લીધો હતો.

75 Years of Independence
75 Years of Independence
author img

By

Published : Oct 24, 2021, 6:45 AM IST

  • 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા પછીના દિવસોનો સંઘર્ષ
  • ભારતના વિસ્તારને હડપી લેવા પાકિસ્તાનીઓનું આક્રમણ થયું હતું
  • 22 વર્ષના મકબૂલ શેરવાનીએ હુમલાખોરોનો માર્ગ ભટકાવી સેનાને મદદ કરી
  • હુમલાખોરોએ મકબૂલને ગોળીઓથી વીંધી નાંખી મૃતદેહ ચોરાહા પર લટકાવ્યો હતો

શ્રીનગરઃ અંગ્રેજ સલ્તનતનો યુનિયન જેક 15 ઓગસ્ટ, 1947 ના રોજ નીચે ઊતરી ગયો ગયો હતો. પરંતુ તે પછીના મહિનાઓનો સમય એ હતો કે જેમાં ભારત આજે જેવો છે તેવો આકાર લઈ રહ્યો હતો. સ્વતંત્રતા માટેનો સંઘર્ષ 15 ઓગસ્ટે પરિપૂર્ણતા પામ્યો હતો. પરંતુ કેટલાક નામ એવા છે જે એ દિવસોની પરિસ્થિતમાં અસાધારણ શૌર્ય દર્શાવી ગયાં અને ભારતના ઇતિહાસના પાનાંઓમાં અંકિત થઈ ગયાં હતાં. પોતાના અપ્રતિમ બલિદાનને લઇને જમ્મુ-કાશ્મીરમાં (Kashmir) બારામુલ્લાના 22 વર્ષીય નૌજવાન મકબૂલ શેરવાની (Maqbool Sherwani) આવું જ એક નામ છે.

એ યુવાન જેણે કાશ્મીરના નાજૂક સમયને સાચવવા જીવનનું બલિદાન આપ્યું

મકબૂલની સૂઝબૂઝે ભારતીય સેનાને પહોંચવાનો સમય ઉપલબ્ધ કરાવ્યો

મકબુલ શેરવાનીને (Maqbool Sherwani) એ હીરો તરીકે ઓળખવામાં આવે છે જેમણે ભારતીય સેના માટે શ્રીનગર એરપોર્ટ પર ઉતરવા અને પાકિસ્તાની ટ્રાઈબ્સમેનના નામે ધસી આવેલા હુમલાખોરોને હરાવવા માટે કિંમતી સમય ઉપલબ્ધ કરાવી પાકિસ્તાની હુમલાખોરોના પ્રયત્નોને એકલા હાથે નિષ્ફળ બનાવ્યાં હતાં. 22 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાની ટ્રાઈબ્સમેનો સરહદ પાર કરી અને કાશ્મીર (Kashmir) પર આક્રમણ કર્યું. તેના થોડા જ સમયમાં મહારાજા હરિસિંહ કાશ્મીરથી વિમાનમાર્ગે જમ્મુ આવી પહોંચ્યાં અને ભારતીય સેનાની મદદ માગી. 26 ઓક્ટોબરે મહારાજાએ ભારત સાથેના જોડાણખત પર હસ્તાક્ષર કર્યાં અને તરત જ ભારતીય સેનાએ ઓપરેશન લોન્ચ કર્યું અને પાકિસ્તાની હુમલાખોરો - ટ્રાઈબ્સમેનોને ખદેડી મૂક્યાં અને લાંબા સંઘર્ષ પછી યુદ્ધ પૂર્ણ થયું.

પાકિસ્તાની હુમલાખોરોએ મકબૂલને ફાંસીઓ લટકાવી ગોળીઓથી વીધ્યો

મકબૂલ શેરવાનીએ (Maqbool Sherwani) પાકિસ્તાની હુમલાખોરોને ગેરમાર્ગે દોર્યા ત્યારે તેઓ વ્યૂહાત્મક શ્રીનગર એરપોર્ટ સુધી પહોંચવાનો માર્ગ શોધી રહ્યાં હતાં. મકબૂલે કરેલી વતનપરસ્તીની હકીકત જોકે પાકિસ્તાની હુમલાખોરોને ઝડપથી ખબર પડી ગઈ હતી. તેઓએ મકબૂલને પકડી લીધો અને (Kashmir) બારામુલ્લામાં ચોકમાં ફાંસીઓ ચડાવી દીધો અને તેના શરીરને 14 ગોળીઓ મારી ચારણી કરી નાંખ્યું હતું, અન્ય લોકોમાં દહેશત જમાવવા માટે મકબૂલનો મૃતદેહ લટકતો રાખવામાં આવ્યો. ભારતીય સેના આવી અને તેણે મકબૂલનો મૃતદેહ નીચે ઊતાર્યો ત્યાં સુધી લટકતો રાખવામાં આવ્યો હતો. મકબૂલ શેરવાનીના આવા બલિદાનને લઇને 1947ની ઘટનાઓના સંદર્ભમાં મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે.

મકબૂૂલના નામે યુનિવર્સિટી બનાવવા અપીલ

બારામુલ્લા મ્યુનિસિપલ કમિટીના ચેરમેન તૌસીફ રીનાએ ઈટીવી ભારત સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને અપીલ કરી હતી કે શહીદ મકબૂલ શેરવાનીના (Maqbool Sherwani) નામથી એક યુનિવર્સિટી સ્થાપવામાં આવે, જ્યાં લોકોને ખાતરી થઈ શકે કે મકબૂલ શેરવાનીએ આપેલું મહાન બલિદાન ભારત દેશના રક્ષણ માટે આપવામાં આવ્યું હતું.

કાશ્મીરમાં 22 ઓક્ટોબરના રોજ શેરવાની દિવસની ઉજવણી

આજે જ્યારે કાશ્મીરી (Kashmir) લોકો આ પાકિસ્તાની ટ્રાઈબ્સમેનોના હુમલાને યાદ કરે છે ત્યારે બારામુલ્લાના 22 વર્ષીય મકબૂલ શેરવાનીને (Maqbool Sherwani) પણ યાદ કરવામાં આવે છે. મકબૂલ શેરવાનીએ ભારતીય સેનાની મદદ કરીને હુમલાને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક લોકોએ કહે છે કે જ્યારે પાકિસ્તાનના ટ્રાઈબ્સમેનોએ બારામુલ્લામાં હિંસા આચરવાનું શરૂ કર્યું ત્યારે મકબૂલ શેરવાનીએ તેમનો રસ્તો રોકી દેશની રક્ષા માટે ભારતીય સેનાને મદદ કરી. કાશ્મીરમાં 22 ઓક્ટોબરના રોજ શેરવાની દિવસ ઉજવવામાં આવે છે અને બારામુલ્લાના શેરવાની હોલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે જ્યાં દર વર્ષે તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.