ETV Bharat / bharat

75 Years of Independence:Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં - રામ મોહમ્મદ સિંઘ આઝાદ

ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની ચરમસીમાએ એક સપૂત એવો થઇ ગયો જેણે બ્રિટિશરોને તેમની જ ધરતી પર સબક શીખવ્યો હતો. સરદાર ઉધમસિંહે અંગ્રેજોને એવો પાઠ ભણાવવા માટે લાંબી અને તપ્તમનથી રાહ જોઈ કે અંગ્રેજો ભારતીયોના જીવનને તુચ્છ ન ગણી શકે. રામ મોહમ્મદ સિંઘ આઝાદ, એ ઉપનામ જે તેમણે જલિયાવાલા બાગનો બદલો લેવા માટે વાપર્યું તે પોતાનામાં સ્વયં એક દંતકથારુપ છે.

75 Years of Independence:Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં

author img

By

Published : Nov 21, 2021, 6:57 AM IST

  • સરદાર ઉધમ સિંહની મહાન પરાક્રમકથાનું સંસ્મરણ
  • જલિયાંવાલા બાગ હત્યાકાંડને મંજૂરી આપનારને ઠાર માર્યો હતો
  • બ્રિટિશરોને તેમની જ ધરતી પર હચમચાવી દીધું હતું

હૈદરાબાદ: નામમાં શું છે અને પોતાના લોકોના મોતનો બદલો લેવા ક્યાં સુધી જઇ શકેે? ભારતના એક સપૂતે બ્રિટિશ શાસકોને તેમની જ ધરતી પર થથરતાં કર્યાં હતાં. કારણ કે તેમણે જે નામ લીધું હતું તેણે વસાહતી શાસકોના પાયાને હચમચાવી નાખ્યાં હતાં જેે તેમના કરતાં અનેકગણા મોટા દેશને નિયંત્રણ હેઠળ રાખવાની ટેકનિકો વાપરી હતી. 13 માર્ચ, 1940ના રોજ ઉધમ સિંહે પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયરને ગોળી મારી હતી જ્યારે તેઓ લંડન ખાતે કેક્સટન હોલમાં એક કાર્યક્રમને સંબોધી રહ્યાં હતાં. આમ કરીને તેમણે એ જલિયાવાલા બાગના હત્યાકાંડનો બદલો લીધો હતો જેને ઓડ્વાયરે 10 એપ્રિલ, 1919ના રોજ મંજૂરી આપી હતી.

75 Years of Independence:Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં

રામ મોહમ્મદ સિંહ આઝાદ ઉપનામથી 'ભાગલા પાડો અને રાજ કરો'ના બ્રિટિશરોની કૂટનીતિને પડકારી

બ્રિટિશ અધિકારીની હત્યા ઉપરાંત, અંગ્રેજોને સૌથી વધુ હચમચાવી નાખ્યું હતું તે નામ હતું જેને લઇને ઉથમ સિંઘે બદલો લીધો હતો. તેમણે પોતાને રામ મોહમ્મદ સિંહ આઝાદ તરીકે રજૂ કર્યા હતાં. પહેલું નામ હિંદુ, બીજું મુસ્લિમ, ત્રીજું શીખ - ભારતના ત્રણેય મુખ્ય ધર્મો - અને છેલ્લે આઝાદ, આઝાદી કે જેના માટે ભારતને હર ક્ષણની ઝંખના હતી. આ નામે 'ભાગલા પાડો અને રાજ કરો'ના તેમની સિદ્ધાંતને પડકાર્યો હતો જેના દ્વારા અંગ્રેજોએ આટલા વિશાળ દેશ પર આક્રમણ કર્યું અને તેને 200 વર્ષથી વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખ્યું. આમ, તેમના માટે નામ ધારકને અમલમાં મૂકતા પહેલા નામને પ્રથમ સ્થાને કચડી નાખવું મહત્વપૂર્ણ બન્યું. આ નામે 'ભાગલા પાડો અને રાજ કરો'ના બ્રિટિશરોની કૂટનીતિને પડકારી હતી જેના દ્વારા અંગ્રેજોએ આટલા વિશાળ દેશનેે 200 વર્ષથી વધુ સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખ્યું. આમ, તેમના માટે આવા નામ ધારકને મોતની સજા અમલમાં મૂકતા પહેલાં પ્રાથમિકતાથી કચડી નાખવું મહત્વપૂર્ણ બન્યું હતું.

જલિયાંવાલા બાગનો હત્યાંકાડ નજરે નિહાળ્યો હતો

તે સમયે 19 વર્ષના ઉધમ સિંહે જલિયાવાલા બાગમાં અંગ્રેજોની ક્રૂરતા જોઈ હતી. એ સમયેે જ્યારે ગોળીબાર થઇ રહ્યો હતો ત્યારે એક ઝાડની ઓથે શરણ લઇને ધાણીફૂટ ગોળીબારમાં પોતાના લોકોની કત્લેઆમ થતી જોઇ હતી. તેમણે ત્યારે જ આવા નરસંહારનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ જનરલ રેજિનાલ્ડ ડાયર, જેણે હત્યાકાંડને અંજામ આપ્યો હતો તે 1927 સુધીમાં ઉધમસિંહ યોજનાઓ ઘડી શકે તે પહેલાં મૃત્યુ પામ્યો હતો. પરંતુ હત્યાકાંડને મંજૂરી આપનાર અધિકારી માઈકલ ઓડ્વાયર ઇંગ્લેન્ડમાં જીવતો હતો અને માનસન્માન પામી રહ્યો હતો.

ઓડ્વાયર સુધી પહોંચવા લાંબી મજલ કાપી

ઉધમસિંહે ત્યાં પહોંચવા એ બધું જ કર્યું જે તેઓ કરી શકતાં હતાં.ઉધમસિંહ દક્ષિણ આફ્રિકા ગયાં અને ત્યાંંથી લંડન ગયાં. તેઓ ગદર પાર્ટીમાં સામેલ થયાં કેમ કે તેે ભારતીયોને સ્વતંત્રતા સંગ્રામમાં લડવા માટે વિદેશોમાં મોકલતી હતી. 1927માં ભગતસિંહના આદેશ પર ઉધમ સિંહ ભારત પરત ફર્યા અને સાથે ભગતસિંહ માટે દારૂગોળો સહિત મૂલ્યવાન સંસાધનો લાવ્યાં. તેમની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને 1931માં છૂટ્યાં ત્યાં સુધીના 5 વર્ષ જેલમાં વીતાવ્યાં.

છેવટે ઓડ્વાયરને ઠાર માર્યો

ઉધમસિંહને પંજાબ પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતાં તેમ છતાં, ઉધમસિંહ તેમને ચકમો આપીને કાશ્મીર ગયાં. જ્યાંથી તેઓ યુરોપ જવા માટે સફળ થયાં. લંડનમાં તેમના રોકાણ દરમિયાન તેમણે એન્જીનિયરિંગની નોકરી લીધી. તેમણે પોતાના ધ્યેય પામવાના દિવસ માટે તૈયારી કરતાં રહ્યાં. છેવટે એક તક મળી જ્યારે માઈકલ ઓ'ડ્વાયર 13 માર્ચ, 1940ના રોજ લંડનના કેક્સટન હોલમાં એક કાર્યક્રમને સંબોધવાના હતાં. ઉધમસિંહ પુસ્તકની અંદર છુપાવીને રિવોલ્વર લઇ ગયાં અને ડ્વાયરને બે ગોળી મારીને તરત જ મારી નાખ્યો. ઉધમ સિંહની સ્થળ પર તરત જ ધરપકડ કરવામાં આવી ત્યારની સ્થળ પર લીધેલી તેમની તસવીરમાં સ્પષ્ટપણે તેમની બોડી લેંગ્વેજ દર્શાવે છે તે તેમને મિશન પૂર્ણ થયાંનો સંતોષ છે.

ઉધમ સિંહના અવશેષોના 34 વર્ષ પછી ભારતમાં અંતિમ સંસ્કાર કરાયાં

ઉધમસિંહને બ્રિક્સટન જેલમાં બંધ કરવામાં આવ્યાં હતાં. જ્યારે તેમના હેતુ માટેે પૂછવામાં આવ્યું ત્યારે ઉધમ સિંહે કહ્યું કે તેમણે લાંબા સમયથી ડ્વાયર સામેનો ક્રોધ દબાવી રાખ્યો હતો અને ડ્વાયર મૃત્યુને લાયક હતો. 'હું 21 વર્ષથી બદલો લેવા માગતો હતો અને હું ખુશ છું કે મેં મારું કામ કર્યું છે', આવો જવાબ તેમણે અધિકારીઓને આપ્યો હતો. 31 જુલાઈ, 1940 ના રોજ પેન્ટનવિલે જેલમાં ઉધમ સિંહને ફાંસી આપવામાં આવી હતી. તેમના બલિદાનના 34 વર્ષ પછી 1974માં તેમના નશ્વર અવશેષો ભારત પહોંચ્યાં હતાં અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

ભારતીયોને કપરા સમયમાં પથદર્શન કરાવતું નામ

સરદાર ઉધમ સિંહ એ એક એવું નામ છે જે યુવાનોને સતત પ્રેરણા આપે છે. રામ મોહમ્મદ સિંઘ આઝાદ નામનો તેમણે ઉપયોગ કર્યો હતો તે એવા દરેક સમયમાં જ્યારે જ્યારે દેશમાં વિભાજનકારી શક્તિઓ, જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે એકતાને હાનિ પહોંચાડવા તત્પર બને ત્યારે ત્યારે તે નામ ભારતીયોને પથદર્શન કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.