અલવર: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી એક એવી ઘટના સામે આવી છે. જે વાંચીને દરેક વ્યક્તિના મોઢામાંથી ઉદગાર સરી પડે કે, ઓહો..! લગ્ન પછી દરેક કપલને જીવનમાં એકવાર માતા-પિતા બનવાની ઈચ્છા હોય છે, પરંતુ દેશની સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર અલવર પાસેના ઝુંઝુનુના પૂર્વ સૈનિક ગોપીચંદને (Pregnancy Case in Rajasthan) આ વિશે વિચારવાનો મોકો મળ્યો નથી. સેનામાં જોડાયા પછી જ્યારે બાંગ્લાદેશના યુદ્ધમાં (Bangladesh War) જવાનો મોકો મળ્યો ત્યારે તેમણે એક ક્ષણ માટે પણ પાછળ વળીને જોયું નથી. દેશ સામે એક પછી એક મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. સેનામાંથી નિવૃત્ત થયા બાદ ગોપીચંદ પિતા બનવા (Old Age Pregnancy Case) માંગતા હતા. આ ઈચ્છા 75 વર્ષની ઉંમરે પૂરી થઈ છે.
આ પણ વાંચોઃ મહિલાને ગાળો દેવા મુદ્દે BJP નેતા ત્યાગી ઝડપાયા, 8 ટીમે કરી તપાસ
75 વર્ષે પિતા બન્યાઃ ગોપીચંદ IVF ટેકનિકથી પિતા બન્યા છે. આવી સ્થિતિમાં તેમની ખુશીનો કોઈ પાર નથી. લગ્નના 54 વર્ષ પછી ઘરમાં બાળકના રડવાનો ગુંજી ઉઠ્યો છે. જેના કારણે એના પરિવારમાં સર્વત્ર ખુશીનો માહોલ છે. સોમવારે વૃદ્ધ દંપતીના ઘરે બાળકના રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. ગોપીચંદની પત્નીની ઉંમર 70 વર્ષની છે. લગ્નના 54 વર્ષ બાદ હવે બંનેને માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે.તારીખ 8 ઓગસ્ટના રોજ 70 વર્ષીય ચંદ્રાવતીએ અલવરમાં 60 ફૂટ રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. બાળકનું વજન લગભગ સાડા ત્રણ કિલો છે. ડોક્ટરે કહ્યું કે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.
આ પણ વાંચોઃ ઈતિહાસમાં પહેલીવાર ચામરાજપેટ સ્થિત ઈદગાહ મેદાનમાં તિરંગો લહેરાશે
સંતાન સુખઃ ગોપીચંદે કહ્યું કે 75 વર્ષની ઉંમરે તેમને બાળકનું સંતાન સુખ મળ્યું છે. જીવનમાં આનાથી વધુ આનંદ બીજું કંઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સાથેના યુદ્ધમાં તેને પગમાં ગોળી વાગી હતી. વર્ષ 1983માં સેનામાંથી નિવૃત્ત થયા. ઘણા લાંબા સમયથી બાળકની રાહ જોઈ રહ્યા છે. ઘરમાં નવા મહેમાનના આગમનથી દરેક વ્યક્તિ ખુબ જ ખુશ છે. પત્નીએ ડોક્ટરો પાસે તપાસ કરાવી હતી. પણ એ સમયે પત્નીને ઘણી નિરાશા મળી હતી. પછી IVF ટેકનોલોજી અંગે જાણકારી મળી અને બાળકને જન્મ આપી દીધો. ગોપીચંદે જણાવ્યું કે, અહીં અલવરમાં ડૉક્ટરનો સંપર્ક કર્યો અને ત્યારપછી આગળની સારવારની પ્રક્રિયા શરૂ થઈ.