- કેરળમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ
- અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ
- ભારે વરસાદને કારણે ભૂસ્ખલનથી 12 લોકો ગુમ
તિરુવનંતપુરમ, કેરળ : શનિવારે રાજ્યમાં ભારે વરસાદને ( Heavy Rainfall in Kerala )કારણે કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. પૂર અને ભૂસ્ખલનને (Landslides) કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન થતા 12 લોકો ગુમ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
હજૂ પણ 12 લોકો ગુમ
આર્મી અને NDRF દ્વારા રવિવારે સવારે ભૂસ્ખલનમાં ગુમ થયેલા લોકોની શોધ ફરી શરૂ કરવામાં આવી છે. તાજેતરની મળતી માહિતી પ્રમાણે, કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં હજુ પણ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ઘણાં મકાનો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણાં મકાનો નાશ પામ્યા છે. હાલ વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઇડુક્કી, કોટ્ટાયમ અને પઠાણમથિટ્ટા જિલ્લાના લોકો વીજળી કાપ અને અન્ય અસુવિધાઓનો સામનો કરી રહ્યા છે.
-
#WATCH | Tamil Nadu: Several parts of the Kanyakumari district received heavy rainfall, caused flooding in Thirparappu waterfalls. pic.twitter.com/N9z6N1F9Kd
— ANI (@ANI) October 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu: Several parts of the Kanyakumari district received heavy rainfall, caused flooding in Thirparappu waterfalls. pic.twitter.com/N9z6N1F9Kd
— ANI (@ANI) October 16, 2021#WATCH | Tamil Nadu: Several parts of the Kanyakumari district received heavy rainfall, caused flooding in Thirparappu waterfalls. pic.twitter.com/N9z6N1F9Kd
— ANI (@ANI) October 16, 2021
રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું
શનિવારે ભારે વરસાદને કારણે ભયાનક પરિસ્થિતિ ઉભી થયા બાદ રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદની વિનંતી કરી હતી. શનિવારે થયેલા વરસાદને કારણે 2018 અને 2019 ના વિનાશક પૂરની યાદો તાજી થઈ છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી. કેરળના મુખ્યપ્રધાન પિનારાયી વિજયને કહ્યું કે, સ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું કે, તાજેતરની હવામાન આગાહી સૂચવે છે કે, પરિસ્થિતિ હવે વધુ ખરાબ નહીં થાય.
આ પણ વાંચો: