બેંગલુરુઃ એક ટ્રેઇની કેડેટ, જેમની સામે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી હતી, તે ફાંસી પર લટકતા મળી આવ્યા બાદ ભારતીય વાયુસેનાના છ અધિકારીઓ પર હત્યાનો આરોપ (6 IAF officers charged with murder) મૂકવામાં આવ્યો છે.
આઈએએફ અધિકારીઓ વિરુદ્ધ કેસઃ પોલીસના જણાવ્યા અનુસાર અંકિત ઝા એરફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC)ના એક રૂમમાં લટકતો ( trainee cadet found hanging in Bengaluru) જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે, મૃત્યુ ચાર-પાંચ દિવસ પહેલા થયું છે. તેના ભાઈ અમન ઝાની ફરિયાદના આધારે પોલીસે શનિવારે ગંગામના ગુડી પોલીસ સ્ટેશનમાં 6 આઈએએફ અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેની ફરિયાદમાં એવો પણ આરોપ મૂક્યો છે કે, પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કારણ કે એએફટીસીના લોકો શનિવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં હાજર હતા અને તે પુરાવા પણ શોધી રહ્યો હતો.
મૃત્યુ પાછળનું કારણ ઃ તેણે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું કે AFTCના લોકોને પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે તેની હાજરી વિશે અગાઉથી કેવી રીતે ખબર પડી અને ત્યાં પહોંચી ગયા. "મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમારી તપાસ ચાલુ છે. ઝા એક તાલીમાર્થી કેડેટ હતા અને તેઓ AFTCના એક રૂમમાં લટકેલા મળી આવ્યા હતા," એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું, "જે અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ ભારતીય વાયુસેનાએ અમને તમામ મદદની ખાતરી આપી છે." તેમણે ઉમેર્યું હતું કે તેઓ તપાસને આગળ વધારવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.