પરગણા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી 56 બોમ્બ મળી આવ્યા છે. આ કેસમાં એક નામના વ્યક્તિ અને અજાણ્યા શખ્સ સામે FIR (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવી છે. તેમના પર બોમ્બ બનાવવાનો, સ્થળોએ મોકલવાનો અને બોમ્બના ગેરકાયદેસર ઉપયોગનો આરોપ છે. આ કેસ દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુર પોલીસ સ્ટેશનનો છે. ચૂંટણી પંચે રવિવારે આ માહિતી આપી છે.
પશ્ચિમ બંગાળમાં મતદાનની રાત્રે 56 બોમ્બ મળી આવ્યા
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, "શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નરેન્દ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 56 બોમ્બ મળી આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યએ 27 માર્ચે પ્રથમ તબક્કા માટે મતદાન કર્યું હતું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા, 10 લોકોની ધરપકડ કરાઈ
79.79 ટકા મતદાન નોંધાયું
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સાંજના 6 કલાક સુધીમાં 79.79 ટકા મતદાન નોંધાયું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતા શિશિર બાજોરીયાએ જણાવ્યું હતું કે, મેં હવે સાંભળેલા ઓડિઓ ટેપમાં રાજ્યના મુખ્યપ્રધાન ભાજપ (નંદીગ્રામ)ના જિલ્લા ઉપપ્રમુખની મદદ માંગી રહ્યા છે અને તેમને ફરીથી TMCમાં આવવા વિનંતી કરી રહ્યા છે. આ બતાવે છે કે, તેમને લાગ્યું કે ટીએમસી ચૂંટણી હારી રહી છે.
પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસા
મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબે કહ્યું કે, પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની સલબોનીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં કથિત રીતે શાસક TMC (તૃણમુલ કોંગ્રેસ)ના સમર્થકોએ તેમની કારને માકપા (માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી) ઉમેદવાર સુશાંત ઘોષની કાર પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 - પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન નોંધાયું