ETV Bharat / bharat

પીએમ કેયર્સ ફંડ દ્વારા દેશભરમાં 551 ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે, PMOએ કરી જાહેરાત - ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ

PMOએ માહિતી આપી હતી કે,પીએમ કેયર્સ ફંડ દ્વારા દેશભરના વિવિધ રાજ્યોમાં જિલ્લા મુખ્યાલયમાં ઓળખાતી સરકારી હોસ્પિટલોમાં 551 મેડિકલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેનો હેતુ હોસ્પિટલોમાં કેપ્ટિવ ઓક્સિજન ઉત્પાદન સુવિધાઓ આપવાનો છે.

PM કેયર્સ ફંડ દ્વારા દેશભરમાં 551 ઓક્સિજન પ્લાન્ટ બનશે

author img

By

Published : Apr 25, 2021, 1:43 PM IST

  • હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે અપાઈ મંજૂરી
  • જિલ્લા મથક પર ઓળખાતી સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
  • ઓક્સિજન ઉત્પાદન માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન 'ટોપ અપ' તરીકે કામ કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે કહ્યું કે, હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે, જાહેર આરોગ્ય સુવિધાઓમાં 551 પ્રેશર સ્વિંગ એડ્જસ્ટમેન્ટ મેડિકલ ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે નાણાંની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા અંગે વડાપ્રધાનની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણો પર બેઇઝિક કસ્ટમ ડ્યૂટી અને આરોગ્ય સેસ માફ કરાયો

ઓળખાતી સરકારી હોસ્પિટલોમાં સ્થપાશે

PMOએ કહ્યું હતું કે, વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે આ પ્લાન્ટને વહેલી તકે કાર્યરત બનાવવામાં આવે. આ સમર્પિત ઓક્સિજન પ્લાન્ટ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મથક પર ઓળખાતી સરકારી હોસ્પિટલોમાં સ્થાપવામાં આવશે. આ ઓક્સિજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ખરીદવામાં આવશે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આર્યુવેદીક કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ

જાહેર આરોગ્ય પ્રણાલીને વધુ મજબુત બનાવવાનો ઉદ્દેશ

PMO અનુસાર, જિલ્લાના મુખ્યમથકની સરકારી હોસ્પિટલોમાં PSA ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ જાહેર આરોગ્ય પ્રણાલીને વધુ મજબુત બનાવવાનો અને આ દરેક હોસ્પિટલમાં કેપ્ટિવ ઓક્સિજન ઉત્પાદન સુવિધાને સુનિશ્ચિત કરવાનો છે. વડાપ્રધાન કોર્યાલયે માહિતી આપી હતી કે, ઇન-હાઉસ કેપ્ટિવ ઓક્સિજન ઉત્પાદન સુવિધા આ હોસ્પિટલો અને જિલ્લાની દૈનિક તબીબી ઓક્સિજન આવશ્યકતાઓને પૂર્ણ કરશે. આ ઉપરાંત, કેપ્ટિવ ઓક્સિજન ઉત્પાદન સુવિધા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) 'ટોપ અપ' તરીકે કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.