- દિલ્હીમાં આજે લગભગ સાડા અગિયાર હજાર કોરોના સંક્રમણના કેસ
- કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો
- લોકોએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે
નવી દિલ્હી : શહેરના સૌથી મોટા કબ્રિસ્તાન દિલ્હી ગેટ કબ્રિસ્તાનમાં છેલ્લાં એક અઠવાડિયામાં 50 કોરોનાના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આજે મંગળવારે લગભગ સાડા અગિયાર હજાર કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : સુરતમાં અંતિમક્રિયા માટે વસૂલવામાં આવી રહ્યા છે 1થી 2 હજાર રૂપિયા
કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો
આ સાથે જ કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેનો અંદાજ દિલ્હી ગેટ કબ્રિસ્તાનથી લગાવી શકાય છે. જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં 50 કોરોનાના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પૂર્વ પોલીસ જવાને કહ્યું- ‘હું મારા પ્રોસ્થેટિક પગ પર ચાલીને ઘરે પાછો જઈશ’
ભવિષ્યમાં લૉકડાઉન એકમાત્ર વિકલ્પ બાકી રહેશે
કબ્રિસ્તાનના ગોરકન મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે, 4 એપ્રિલથી અહીં 50 કોરોનાના મૃતદેહો લાવવામાં આવ્યા છે. જેની દફનવિધિ કરવામાં આવ્યો છે. હવે સંખ્યા વધી ગઈ છે અને દરરોજની દસથી અગિયાર સુધી પહોંચી રહી છે. આ સ્થિતિમાં લોકોએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. જો કોરોના સંક્રમણના કિસ્સાઓ સમાન ગતિએ સતત વધતા રહેશે. તો ભવિષ્યમાં લૉકડાઉન એકમાત્ર વિકલ્પ બાકી રહેશે.