- અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે 5 વર્ષીય બાળકીનું મોત
- ગામ લોકોએ જાણ કરતા સૂરજવાડાના સરપંચ અને રાનીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા
- ભાજપે રાજસ્થાન સરકાર પર સાધ્યું નિશાન
રાજસ્થાન : જાલોસ જિલ્લાના રાનીવાડા તાલુકામાં આવેલા રોડ ગામમાં અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ બાળકી સાથે એક વૃદ્ધ મહિલા પણ બેભાન અવસ્થામાં મળી આવી છે. ગામ લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા સૂરજવાડાના સરપંચ કૃષ્ણ રાજપુરોહિત અને રાનીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, રાનીવાડા પોલીસ દ્વારા ખાનગી વાહનમાં મુર્છિત વૃદ્ધાને નજીરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ વૃદ્ધા સારવાર હેઠળ છે.
રાનીવાડા પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાનું નામ સુકી દેવી ભીલ છે
એક વૃદ્ધ મહિલા અને તેની સાથે 5 વર્ષીય બાળકી રાયપુર ગામથી રેતાળ પ્રદેશથી થઇને રોડા ગામ તરફ આવતી હતી. અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે બાળકીનું મોત થયું હતું. આ બાળકી સાથે રહેલી વૃદ્ધા પણ બેહોશ થઇ ગઇ હતી. રાનીવાડા પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાનું નામ સુકી દેવી ભીલ છે.
રાનીવાડા પોલીસ અને સરપંચે બચાવ્યો મહિલાનો જીવ
રાનીવાડાની નજીક રોડા ગામની એક બાળકી મૃત મળી આવી છે, જેની સૂચના જ્યારે સરપંચ કૃષ્ણ રાજપુરોહિત અને રાનીવાડા પોલીસને મળી તો બન્ને ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવીને બેભાન મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ ખાનગી વાહનમાં બેભાન મહિલાને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર રાનીવાડા ખસેડવામાં આવી હતી. જ્યા તેની સારવાર ચાલી રહી છે. આ મૃત બાળકી અને બેભાન વૃદ્ધા મળી આવતા રાનીવાડા પોલીસ દ્વારા તપાસમાં જોડાઇ છે.
ભાજપે રાજસ્થાન સરકાર પર સાધ્યું નિશાન
માસુમ બાળકીના મોત પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, ગહલોત સરકાર, રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું કે, આ એક શરમજનક ઘટના છે. આ સાથે કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટનાને રાજસ્થાન સરકારની ગંભીર બેદરકારી જણાવી છે.
આ પણ વાંચો -
- Human Interest Story - ટ્વીટર પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃદ્ધને અમદાવાદ વહીવટી તંત્રે આપ્યો સહારો
- પોઝિટિવ પોરબંદર: છાયામાં યુવાનનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યું
- રાજકોટ કોવિડ કેર સેન્ટરના સ્ટાફ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે અનોખા પ્રયાસ
- 3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું