ફ્લોરલ ડિઝાઇન ધરાવતું કોઇપણ વસ્ત્ર
ફૂલોની ભાત ધરાવતાં વસ્ત્રો વસંતની ફેશનનો આત્મા છે, તેમ કહેવું બિલકુલ અતિશયોક્તિ નહીં ગણાય. આવાં વસ્ત્રો અનોખાં ન હોય, છતાં તે અત્યંત ફેશનેબલ હોય છે અને તે સ્ટાઇલ કદીયે જૂની નહીં લાગે. તેમના વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે, દિવસના કોઇપણ સમયે તે પહેરી શકાય છે અને અવનવી સ્ટાઇલથી તેને અપનાવી શકાય છે. લહેરાતા ફ્લોરલ ડ્રેસ, સ્ટ્રેપલેસ ફ્લોરલ ટોપ અને સાથે બ્લ્યુ ડેનિમ, ફૂલોની ડિઝાઇન ધરાવતા થ્રેડ વર્ક સાથેના હળવા સલવાર કમીઝ – આ તમામ વસંત માટેનાં ક્લાસિક વસ્ત્રો છે.

ડેનિમ શર્ટ
ડેનિમ શર્ટ વસંત તથા ઊનાળા માટેના સૌથી આદર્શ વસ્ત્ર પરિધાનમાં સ્થાન પામે છે. વાતાવરણમાં સ્હેજ ઠંડક વર્તાતી હોય, તેવા દિવસોમાં ફૂલ સ્લીવના બ્લ્યુ ડેનિમ શર્ટની સાથે બ્લેક લેગિંગ્ઝ પહેરી શકાય છે. તો, ગરમ દિવસોમાં સ્લીવલેસ ડેનિમના શર્ટ સાથે શોર્ટ પેન્ટ કે સ્કર્ટ પહેરી શકાય છે. ડેનિમનાં શર્ટ્સ અત્યંત સ્માર્ટ લૂક આપે છે અને તે આરામદાયકતાનો અનુભવ પણ કરાવે છે. આથી જ, તમામ સિઝનમાં તે પહેરી શકાય છે, પરંતુ ખાસ કરીને વસંત ઋતુમાં તે પહેરવાં વધુ ઉચિત રહે છે.

પોલકા ડોટ ધરાવતું ટોપ
આ પણ વસંત ઋતુની પ્રચલિત સ્ટાઇલ છે. પોલકા ડોટ ધરાવતાં ટોપ્સ સુંદર દેખાવાની સાથે જીવંતતા બક્ષે છે. તે વસંતનાં સૂચક છે અને આ સિઝનના સ્વરૂપને પરફેક્ટ રીતે વ્યક્ત કરે છે. આ ટોપ્સ વૈવિધ્યસભર છે અને તેમને સ્કર્ટ સાથે, લેગિંગ્ઝ, જીન્સ, પ્લાઝો વગેરે સાથે પહેરી શકાય છે. ઠંડકના દિવસોમાં તમે તેના પર શ્રગ (કોટી) કે હળવું જેકેટ પહેરી શકો છો.

લોફર્સ (બૂટ)
પ્રચલિત માન્યતાથી વિરૂદ્ધ, લોફર્સ અત્યંત સ્ટાઇલિશ લૂક આપી શકે છે. તે આરામદાયક, હળવાં અને વૈવિધ્યસભર હોય છે. વર્ષો વીતતાં લોફર્સની માગમાં વધારો નોંધાયો છે. હવાની અવર-જવર થતી હોવાથી આ ઋતુમાં તે ઘણાં ઉપયોગી બની રહે છે. વળી, તે શિયાળામાં અને વસંત ઋતુમાં પણ પહેરી શકાય છે. તે ટ્રેન્ડી, ક્યૂટ અને ખાસ કરીને ટાઇમલેસ છે.

સફેદ શર્ટ
ખુલતા સફેદ શર્ટ જેટલું ક્લાસિક અને કમ્ફર્ટેબલ બીજું કશું ન હોઇ શકે. આમ તો, વ્હાઇટ શર્ટ આખું વર્ષ પહેરી શકાય, છતાં વસંત ઋતુમાં આ શર્ટ વધુ સ્ટાઇલિશ લાગે છે. જેમકે, ફ્લોરલ સ્કર્ટ સાથે આ શર્ટ પહેરી લો અને બસ, તમે વસંત ઋતુની સ્ટાઇલને અનુરૂપ તૈયાર છો. વધુ સ્માર્ટ દેખાવ માટે તેની સાથે ફ્લોરલ જેકેટ અને લોફર્સ પણ પહેરી શકાય છે.
