ETV Bharat / bharat

રાજસ્થાનના કુચામનમાં ગોઝારો રોડ અકસ્માત, 5 ના મોત, ત્રણ ઇજાગ્રસ્ત

નાગૌરના કુચામનમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.રાજસ્થાનના નાગૌરના કુચામન શહેરમાં મેગા હાઇવે રાણાસર નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ચુરુ જિલ્લાના રાજલદેસર ગામના રહેવાસી હતા. તે બધા ચુરુથી અજમેર જઈ રહ્યા હતા.ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગહલોતે આ અકસ્માત અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

રાજસ્થાનના કુચામનમાં ગોઝારો રોડ અકસ્માત
રાજસ્થાનના કુચામનમાં ગોઝારો રોડ અકસ્માત
author img

By

Published : Aug 8, 2021, 7:01 AM IST

  • નાગૌરના કુચામનમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
  • ઘટનામાં 5 લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત
  • મુખ્યપ્રધાન અશોક ગેહલોતે અકસ્માત અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

જયપુર: નાગૌરના કુચામન વિસ્તારમાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એક ગંભીર રીતે ઘાયલ બાળકીને જયપુર રેફર કરવામાં આવી છે અને અન્ય બેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

ઘટનામાં નાની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

તમામ લોકો ચુરુ જિલ્લાના રાજલદેસર ગામના રહેવાસી હતા. તમામ ચુરુથી અજમેર જઈ રહ્યા હતા. આ સમયે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોના મોત નીપજ્યા હતા. એક નાની બાળકીને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકોમાં બે ભાઈઓ, તેમની પત્નીઓ અને પુત્રીનો સમાવેશ થાય છે. માહિતી મળતા મુજબ કુચામન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ઘાયલોને કુચામનની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.

મુખ્યપ્રધાનનું ટ્વિટ
મુખ્યપ્રધાનનું ટ્વિટ

આ પણ વાંચો : Vaccination: રાજ્યમાં શહેરો કરતાં ગામડાંના લોકો રસી લેવામાં વધુ ઉત્સાહી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા તમામ લોકો ચુરુના રાજલદેસરના રહેવાસી છે. એક જ પરિવારના તમામ સભ્યો કાર દ્વારા અજમેર જવા રવાના થયા હતા. ચુરુના રાજલદેસરમાં રહેતો આ પરિવાર 2 દિવસ માટે અજમેર જવાનો હતો. જે માટે તેઓ રવાના થયા હતા જોકે રસ્તામાં કુચામન મેગા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી.

આ પણ વાંચો : Tokyo Olympics Day 16: નીરજ ચોપરાના એક ગોલ્ડે તોડ્યા ભારતના બધા રેકોર્ડ

મુખ્યપ્રધાન કર્યું ટ્વીટ

મુખ્યપ્રધાન અશોક ગહલોતે આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. CM એ ટ્વિટ કરીને લખ્યું કે 'નાગૌરના કુચામન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જે ખૂબ જ દુ:ખદ ઘટના છે. મારી પરિવાર પ્રત્યે સંવેદના છે, ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે. ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.